કેન્દ્ર સરકાર તરફથી બેંક કર્મચારીઓના પગારમાં માત્ર બે ટકા જેટલો નજીવો વધારો તો પગાર વધારા સહિતની લાંબા સમયની પડતર માંગણીઓ બાબતે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ આજથી બે દિવસ એટલે કે બુધવાર અને ગુરુવાર નારોજ રાષ્ટ્રીયકૃત બેન્કોના બેન્ક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આજે રાજ્યના દરેક જીલ્લામથકો એ બેન્કની વિવિધ શાખાઓ સામે બેન્ક કર્મચારીઓ એકઠા થઇ અને સરકારની નીતિરીતિ ની ટીકા કરવા દેખાવો અને સૂત્રોચારો કરી વિરોધ પ્રગટ કરી રહ્યા છે.
આજથી રાષ્ટ્રીયકૃત બેન્કોની બે દિવસીય હડતાલમાં રાજ્યના હજારો કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે..સાથે જ મહત્વની બાબત એ બની રહેશે કે મહિનાના છેલ્લા બે દિવસ હોવાની સાથે જ બે દિવસની હડતાલને કારણે કરોડો રૂપિયાના ક્લીયરિંગ ઠપ્પ થઇ જશે.