mysamachar.in-જામનગર:
હમણાં બોગસ તબીબો નું ઝડપાવાનું શરૂ થયું હોય તેમ રાજકોટ બાદ હવે જામનગરમાં થી પણ પોલીસે બોગસ તબીબ ને ઝડપી પાડ્યો છે.,
જામનગર એલસીબી ને માહિતી મળી હતી કે જામનગર તાલુકાના ધુડશીયા ગામે શ્રીજી નિવાસમાં રહેતા શાંતિલાલ ભાદાભાઇ રાણપરીયા નામના વ્યક્તિ પાસે કોઈ પણ જાતની તબીબ ને લગત ડીગ્રીઓ ના હોવા છતાં પણ તેવો દર્દીઓને તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ આપી અને તેની પાસેથી પૈસા વસુલ કરે છે,
આ હકીકત ના આધારે ગતસાંજે પોલીસે ધુડશીયા ગામે રેઇડ કરી ને બોગસ તબીબ શાંતિલાલ પાસેથી બી.પી.ઇન્સ્ટ્રુમેન્ટ,સ્ટેથોસ્કોપ,તેમજ અલગ અલગ પ્રકારની દવાઓ મળી ૨૭૫૦ રૂપિયાનો મુદામાલ પણ કબજે કર્યો છે,
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ બોગસ તબીબ શાંતિલાલ માત્ર ૧૧ ધોરણ સુધી ના જ અભ્યાસુ હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.