રાજ્યના પોલીસવડા તરીકે જ્યારથી શિવાનંદ ઝા એ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેવો પોલીસતંત્ર માં કઈ રીતે સુધારો લાવી અનેગુન્હાખોરી ડામવાની સાથે ડીપાર્ટમેન્ટ લગત કામગીરીવધુ અસરકારક બનાવવા પર સતત ચિંતન કરી આનુસંગિક સુચનો તેવો રાજ્યના પોલીસવિભાગમાં જરૂરી ફેરફારો માટે અમલી કરી રહ્યા છે,
એવામા એક બાબત એવી પણ ધ્યાને આવી છે કે રાજ્યના કેટલાય પોલીસસ્ટેશનો માં અમુક પોલીસકર્મીઓ એવા છે જે વર્ષો થી એટલે કે પાંચવર્ષ કરતાં પણ વધુ સમય થી એક જ જગ્યા પર કોઈ ને કોઈ કારણોસર ચીપકી ને બેઠા છે..ત્યારે હવે આવા પોલીસકર્મીઓ પર પણ રાજ્યના પોલીસવડાનું ધ્યાન ગયું છે..અને શિવાનંદ ઝા દ્વારા આ મામલે રાજ્યના તમામ જીલ્લાના પોલીસવડાઓ ને એક આદેશ જારી કરી અને એક જ પોલીસમથકમાં પાંચ વર્ષ કરતાં વધુ સમય પૂર્ણ થયો હોય તેવા પોલીસ કર્મચારીઓને ૧૦ જુન સુધીમાં જીલ્લાના અન્ય પોલીસમથકમાં બદલી કરવાનો હુકમ રાજ્ય પોલીસવડા દ્વારા કરાયો છે.