ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું…ગુજરાત ના શિક્ષણ વિભાગની સાઈટ પર જાહેર કરાયેલ પરિણામો પ્રમાણે આજે જાહેર કરાયેલ પરિણામો માં સમગ્ર રાજ્યનું પરિણામ ૬૭.૫૦% જયારે જામનગર જિલ્લાનું પરિણામ ૭૧.૨૮% તો દેવભૂમિ દ્વારકા જીલ્લાનું પરિણામ ૭૧.૬૦% રહ્યું છે…
આજે જાહેર થયેલ પરિણામો માં આશ્ચર્યની વાત એ રહી કે હાલાર ના માત્ર ૨૭૯ વિદ્યાર્થીઓ જ A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે…જયારે બાકીના વિદ્યાર્થીઓ નો અન્ય ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે..