Mysamachar.in-જામનગર:
સ્ત્રી ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરતા મેર યુવકને મારકૂટ કરીને મારી નાખવાની ધમકી આપી સતત ત્રાસ આપવામાં આવતા મેર યુવક ઝેરી દવા પીને આપઘાત કરી લેતા બે શખ્સો સામે યુવકના પિતાએ પોતાના પુત્રને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે,
જામનગર તાલુકાના ચંગા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતાં મૂળ પોરબંદરના મોઢવાડા ગામના ભૂરાભાઈ મોઢવાડીયાના પુત્ર નિલેશને એક અઠવાડીયા પહેલા પ્રતાપ મોઢવાડીયા અને રામદે ઓડેદરાએ વાડી પાસે નિલેશને બોલાવીને સ્ત્રી ચારિત્ર્ય બાબતે ખરાબ વાતો શા માટે કરે છે તેમ કહીને મારકૂટ કરી નિલેશના મોટરસાઇકલને નુકશાન કરી બંને શખ્સોએ જવા દીધો હતો,
ત્યારબાદ પ્રતાપ અને રામદે સતત નિલેશને ત્રાસ આપી ગઈકાલે મોબાઈલ ફોન કરી દુકાન ખોલતો નહીં નહિતર તને મારી નાખશુ,તેવી ધમકી આપીને જીવન જીવવુ અસહ્ય કરી નાખતા અંતે નિલેશએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા મોત નીપજયું હતું,આ મામલે મૃતકના પિતા ભૂરાભાઈએ પુત્રને આપઘાત માટે મજબૂત કરવા બદલ પ્રતાપ અને રામદે સામે ફરિયાદ નોંધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,
વધુમાં વધુ ચંગા ગામે રહેતા નિલેશ મોઢવાડીયા દ્વારા રામદે ઓડેદરાની પત્ની વિશે ખરાબ વાતો કરતો હોવાથી આ બાબતની જાણ રામદેને થતાં નિલેશને મારકૂટ કરીને સતત ત્રાસ આપતા આવું આત્મહત્યાનું નિલેશને પગલું ભરવું પડ્યું હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યુ હતું,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.