Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જીલ્લાના દ્વારકા તાલુકામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમસબંધ નહિ રાખનાર સગીરાના બીભત્સ ફોટાઓ ફેક ફેસબુક આઈડી બનાવી તેના પર ફરતા કરનાર શખ્સ સામે સગીરાએ દ્વારકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ દ્વારકામાં વસવાટ કરતી એક 16 વર્ષીય સગીરાને આરોપી કાનાભા બાબુભા માણેક જે પણ દ્રારકાનો જ રહીશ છે, તેણે થોડા દિવસો પૂર્વે સગીરાની એકલતાનો લાભ લઇ તેને કિસ કરી અને જાતીય સતામણી કરી હતી, જે બાદ સગીરાએ આરોપી સાથે પ્રેમસંબધ નહી રાખતા તેનો ખાર રાખી આરોપીએ ફેક ફેસબુક આઇ.ડી બનાવી અને તે ફેક આઇડીમા ભોગબનનારના બિભત્સ ફોટાઓ મુકી સગીરાના ચારિત્ર્ય વીરૂધ્ધ અશોભનીય કોમેન્ટો કરી બદનામ કરવાનો ગુન્હો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે.