Mysamachar.in-સુરત:
સોશ્યલ એપ્લીકેશનના આજના સમયમાં જો પુરતી કાળજી લેવામાં ન આવે તો મુસીબતનો સામનો કરવો પડી શકે છે, આવી જ ઘટના રાજ્યના મેટ્રોસીટીમાં સામે આવી છે, મહિલાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકોના ફોટા વાયરલ કરનાર એક ઈસમને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો છે, ઝડપાયેલ શખ્સ છેલ્લા કેટલાક સમયથી પોતાના મોબાઈલ માં મહિલાના નામથી ફેસબુકમાં અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો, અને લોકો સાથે મિત્રતા કરી તેઓને બદનામ કરવા મહિલાના નામે ફોટાઓ ફેસબુક પર વાઈરલ કરતો હોવાની મહુવા પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદને આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે આ શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.