mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સરકાર ભલે લોકોના આરોગ્ય ને લઈને ચિંતિત હોવાના દાવાઓ કરે પણ રાજ્યમાં થી ઝડપાઈ રહેલા એક બાદ એક બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યાનું સામે આવી રહ્યું છે,થોડા દિવસો પૂર્વે જ જામનગર પોલીસે ધુડશીયા ગામે થી માત્ર ૧૧ ધોરણ પાસ એવા બની બેઠેલા તબીબ ને ઝડપી પાડ્યો હતો,ત્યાં વધુ એક વખત ગતસાંજે ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજા અને તેવોની ટીમે ખંભાળિયાના વડત્રા ગામે થી બોગસ તબીબ ને ઝડપી પાડતા મોટા ખુલાસાઓ થયા છે જે ચોંકાવનારા છે,
વડત્રા ગામે એક મકાનમાં દરરોજ ના ૫૦ થી ૭૦ જેટલા દર્દીઓને તપાસી અને સારવાર આપતો અરબિંદો વિશ્વાસ જે મૂળ વેસ્ટ બંગાળ નો છે,અને તે કલકતામાં એક તબીબ ને ત્યાં પટ્ટાવાળા નું કામ કરતો હતો,અને ત્યાં થી વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુજરાત તરફ પ્રયાણ કર્યા બાદ થોડો સમય તેને પડાણા નજીક પોતાની ક્લીનીક ચલાવી હતી,અને બાદમાં તે વડત્રા ખાતે પહોચ્યો હતો,અને ત્યાં એક મકાનમાં છેલ્લા ૧૫ વર્ષ જેટલા સમયગાળાથી ગામના અને આસપાસ થી આવતા મજુરોની સારવાર કરતો હતો,
લોકો પણ આ તબીબ ને ભગવાન માની તેની પાસે જતા પણ તેને ખબર જ નહિ હોય કે અરબિંદો ખરેખર તબીબ ની ડીગ્રી કે સર્ટીફીકેટ ધરાવતો જ નથી,પણ તેમ છતાં તેના ભરોષે દર્દીઓ દવા લેવા માટે આવતા હતા અને તે દરરોજ ૫૦ ઉપરાંત દર્દીઓને તપાસી દર્દી દીઠ ૪૦ રૂપિયા ફી વસુલ કરતો હોવાનું સામે આવ્યું છે,
ખંભાળિયા પોલીસે નવ ધોરણ જેટલું પાસ બોગસ તબીબ કમ પટ્ટાવાળા ને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધી ઈન્ડીયન મેડીકલ પ્રેકટીશનર એકટ ની કલમો મુજબ કાર્યવાહી કરી ૧૨૦૦૦ ઉપરાંત નો એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક P.H.C સેન્ટરમાં ડોક્ટર ના હોવાનો લાભ બોગસ તબીબ ને મળતો હતો…
જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે વડત્રા પીએચસી સેન્ટરમા પેહલા તો જગ્યા જ ખાલી હતી,પણ બાદમાં એક તબીબીની ભરતી થઇ તે પણ ઉચ્ચ અભ્યાસ અર્થે રજા પર ઉતરી જતા લાંબા સમયથી ગ્રામજનો અને આસપાસના દર્દીઓને સારવાર માટે એકમાત્ર બોગસ તબીબ આધાર હોવાથી બોગસ તબીબ તેનો ભરપુર ફાયદો ઉઠાવતો હતો.
આ તે કેવી કરુણતા..
ગઈકાલે બોગસ તબીબ ઝડપાયા બાદ ગ્રામજનો તેમજ આસપાસના લોકોની એવી તો કરુણતા હતી કે જયારે પોલીસ મથકે આરોપીને લાવવામાં આવ્યો ત્યારે ગામના આગેવાનો સહીત સ્થાનિકો ડોક્ટરને છોડી મુકવામાં આવે તેવી રજૂઆત માટે એટલા માટે પહોચ્યા હતા કારણ કે આસપાસના લોકોને સારવાર માટે આ તબીબ એક માત્ર આધાર હતો,પણ ખોટું તે ખોટું અંતે પોલીસે નિયમમુજબ કાર્યવાહી કરતાં આવેલા લોકો પરત ફર્યા હતા .
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.