Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. અને પાણીજન્ય રોગથી લોકોને બચાવવા માટે મનપાની ફૂડ સેફટી ઓફિસરોની ટીમે જેમાં સીધો પાણીનો વપરાશ થાય છે તેના પર તૂટી પડી અને કેટલાય લીટર પાણી અને બટેટાના માવાનો નાશ કરાવેલ છે.તેના પરથી સમજી શકાય છે જામનગરમાં તમે જે પાણીપુરી આરોગો છો તે કેવી હશે…?તે ફૂડ વિભાગે કરેલ તપાસ પરથી સ્પષ્ટ થાય છે.
હજુ તો મનપાની ફૂડ શાખાએ આ કાર્યવાહી શરુ કરી છે ત્યાં જ કેટલાક ગણ્યા ગાંઠ્યા પાણીપુરી વેચાણ કરનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે જેમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલ નીલકંઠ પાણીપુરીમાં થી 20 લીટર પાણી, 2 કિલો બટેટા માવો નાશ, આશાપુરા ફાસ્ટફૂડ 18 લીટર પાણી, 1 કિલો બટેટા માવો નાશ કરાવેલ, વિજયભાઈ વડાપાઉં 2 લીટર સોસ નાશ કરાવેલ, આશાપુરા ફાસ્ટફૂડ 50 લીટર પાણી, 20 કિલો બટેટા માવો નાશ કરાવેલ, નીલેશભાઇ (JR ફ્લેવર પાણીપુરી ) 25 લીટર પાણી, 2 કિલો બટેટા માવો નાશ કરાવેલ, એ-વન પાણીપુરી 30 લીટર પાણી, 10 કિલો બટેટા માવો નાશ કરાવેલ હોવાનું મનપાના એફ.એસ.ઓ. ડી.બી.પરમાર અને એન.પી.જાશોલીયા દ્વારા જાહેર કર્યું છે.