mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સમાણાના નિવૃત આર્મીમેનનું મેલેરિયા તાવથી મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને શહેર તથા જીલ્લામાં મેલેરીયા,ડેંગ્યુ,ચિકનગુનીયાની બીમારીના કેસો નો ગ્રાફ સતત વધી રહ્યો છે,
જામનગર શહેર અને જીલ્લામાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાની પરિસ્થિતિ જોઈએ તો સમાણા ગામમાં નિવૃત આર્મીમેન કમરું અલી સૈયદ ઉ.વ.૫૫ ના તાવમાં સપડાયા બાદ જી.જી.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા નિવૃત આર્મીમેનનું મેલેરિયાના તાવના કારણે સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાહેર થયું છે
જ્યારે જમનગરમાં ચાલુ માસ દરમ્યાન મલેરિયાના ૨ કેસ,ડેન્ગ્યુના ૮ કેસ,ચિકનગુનીયાના ૨ કેસ નોંધાયા છે,અને જીલ્લામાં મલેરિયાના ૮ કેસ,ડેન્ગ્યુના ૨ કેસ નોંધાયા છે ઉપરાંત સામાન્ય તાવ,સરદી,વાયરલ ફીવરના કારણે હોસ્પીટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહયો છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રોગચાળો કાબુમાં હોય તેમ ચાલુ માસ દરમ્યાન મેલેરિયાનો ૧ કેસ,ડેંગ્યુનો ૧ કેસ નોંધાયો છે આમ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે ખાસ કરીને સ્વાઇન ફ્લૂ માટે ૨૨ હજાર જેટલી ટેમિફ્લુ દવાનો સ્ટોક ઉપરાંત ૩૦૦ જેટલી સીરપનો જથ્થો ઉપલબ્ધ રાખેલ છે અને મચ્છરોથી બચવા માટે દવાયુક્ત ૮ હજાર મચ્છરદાનીનું જીલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.
આમ,જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રોગચાળો ફેલાઇ રહયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવાની લોકોને તાકીદ કરવામાં આવી છે.