Mysamacha.in-જામનગરઃ
કેલેન્ડર વર્ષ 2020ના આજે પ્રથમ દિવસે આપ સૌને Mysamachar.inની ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ , જામનગર અને હાલાર જિલ્લાની પ્રથમ વેબપોર્ટલ Mysamachar.inને ખૂબ ટૂંકા ગાળામાં લાખો વ્યૂઅર્સ તરફથી મોટો સહકાર મળ્યો છે, જે આગામી વર્ષ 2020માં પણ વધતો રહેશે. તમને જણાવતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપની પ્રિય ન્યૂઝ વેબસાઇટ Mysamachar.in જાણીતી સોશિયલ એપ્લિકેશન Helo પર ટૂંક સમયમાં જ 10k ફોલોઅર્સ ધરાવવાની સિદ્ધિ મેળવી છે. તો Facebook પર 20kથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. આ સિવાય વોટ્સએપ પર 25kથી વધુ વાચક મિત્રો જોડાયેલા છે. ગૂગલ એનાલિટિક્સના રિપોર્ટ પ્રમાણે Mysamachar.in વેબસાઇટ પર 45 લાખથી વધુ પેજ વિઝિટર્સ નોંધાયા છે. આપના સાથ સહકારથી આગામી 2020ના વર્ષે Mysamachar.inના વાચકોમાં ઉત્તરોતર વધારો થતો રહેવાનો સંકલ્પ કર્યો છે. પાયાથી શરૂ થયેલી Mysamachar.in વેબસાઇટ આજે ગુજરાતભરમાં વંચાઇ રહી છે.
વાત કરીએ સમાચારની તો, Mysamachar.in દ્વારા હંમેશા સમાચારની ખરાઇ, સાતત્યતા ચકાસણી કર્યા બાદ જ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વાતનું પ્રમાણ કહી શકાય કે Mysamachar.in વેબસાઇટમાંથી તસવીરો અને માહિતી અન્ય માધ્યમો પણ ફોલોઅપ કરતાં થયા છે. દરરોજ બનતી ગુનાખોરીની ઘટના હોય કે પછી જીવન જરૂરિયાતને લગતી વાત હોય, હંમેશા આપના સુધી સાચી માહિતી જ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જે આગળ પણ કરતાં જ રહીશું. હાલમાં જ વાચકોનો ઉત્સાહ જોઇને વેબસાઇટ પર Life style નામની કેટેગરી ઉમેરવામાં આવી, જેમાં સ્વાસ્થ્ય, ધર્મ અને ટેકનોલોજીની માહિતી પીરસવામાં આવી રહી છે. Mysamachar.in સાથે સોશિયલ મીડિયા પર જોડાવવા માટે ફેસબૂક પર અમારા પેજને લાઇક કરો, અથવા અમારા 6356640631 વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો. મેસેજ કર્યા બાદ આપને અમારા ન્યૂઝ ગ્રૂપમાં એડ કરવામાં આવશે, ત્યારબાદ આપને સમાચાર મળવાના શરૂ થઇ જશે.