mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ માત્ર શહેરની સફાઈ પાછળ કરે છે,છતાં પણ શહેરમા સ્વચ્છતાની વાતો વચ્ચે કેવી અને કેટલી સફાઈ છે તેનાથી વિપક્ષ તો ઠીક પણ ખુદ શહેરીજનો પણ સુપેરે વાકેફ છે,એવામાં હવે મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવાની મમત જાગી છે,
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાન્યુઆરી ૨૦૧૯ મા શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણ થનાર છે,તેથી તેમાં સારું લાગે તે માટે આજે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ભીનો સુકો કચરો વર્ગીકૃત કરી અને યોગ્ય રીતે નિકાલ કરવા માટેની જાગૃતિ પત્રિકા વિતરણ કરવા માટે બેડીગેટ સહિતના વિસ્તારોમાં નીકળ્યા હતા,
પણ શહેરના કેટલાય વિસ્તારો તો એવા છે જેમાં નિયમિત સફાઈના થતી હોવાની અઢળક ફરિયાદો ચાલુ જ રહે છે,ત્યાં શું કરશો,શું માત્ર જાગૃતિ પત્રિકા વિતરણ કરવાથી સ્વચ્છતા કરી ગણાશે..આવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
ટુ સ્ટાર મેળવવા માટે નક્કર આયોજન કરવું પડે:વિપક્ષ નેતા:જામ્યુકો
આજે મનપા દ્વારા જે સ્વચ્છતા જાગૃતિ પત્રિકા વિતરણ શરૂ કરાયું તે મામલે મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અત્યારે તો આપનું શહેર ટુ સ્ટાર મેળવવા માટે ઘણાપાછળ છે,માત્ર ને માત્ર કાગળો ચીતરી એસી ઓફિસોમાં બેસી ને ટુ સ્ટાર મળી શકે નહિ,તેના માટે પદાધિકારીઓ અને અધિકારીઓ એ ખરેખર કાયમીધોરણે સફાઈ નું યોગ્ય મોનટરીંગ કરવું જોઈએ,અને જો ખરેખર આવું થાય તો આપણે ટુ સ્ટાર મળશે,અને ટુ સ્ટાર મળશે તો વિપક્ષને પણ આનંદ થશે કારણ કે અમે પણ આ જ શહેરના શહેરીજનો છીએ તેમ પણ તેવો એ અંતે જણાવ્યું હતું.