mysamachar.in-જામનગર:આડા સબંધો નો વધુ એક કરુણ અંજામ જામનગર શહેર મા જોવા મળ્યો છે…ઘટનાની મળતી વિગતો મુજબ જામનગર શહેર ના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને રસોયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા નટુભાઈ થાનકી નામના ૪૮ વર્ષીય આધેડ ની કરપીણ હત્યાના અંજામ આપવામાં આવતા પોશ વિસ્તારમાં અરેરાટી મચી જવા પામીછે નટુભાઈ ની પત્ની મંજુલાબેનને દેવાણંદઆહીર સાથે છેલ્લા કેટલાય સમયથી આડા સબંધો હતા..અને દેવાનંદ અને મંજુલા વચ્ચે પ્રેમ આ ઉમરે પણ પાંગર્યો હતો..તેથી તકનો લાભ લઈને મંજુલા અને દેવાણંદ બને એટલે કે પ્રેમી અને પત્ની એ સાથે મળી ને નટુભાઈ ને કોઈપણ બોથડ પદાર્થ નો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું નટુભાઈના ભત્રીજાની ફરિયાદ ના આધારે સીટી સી ડિવીજન પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે..હત્યા ને અકસ્માતમા ખપાવવાનો થયો હતો પ્રયાસ….
નટુભાઈ થાનકી ની હત્યાને તેની જ પત્ની અને પ્રેમી એ અંજામ આપ્યા બાદ પોલીસની પકડમાં થી છટકવા માટે હત્યારી પત્ની મંજુલાએ સગાસબંધીઓ ને તેના પતિ નટુભાઈ સીડી પરથી પટકાઈ જતા મોત નીપજ્યું હોવાનું રટણ કરી અને આ હત્યાના બનાવને અકસ્માત ના બનાવમા ખપાવી દેવાની પણ ચાલ રમી હતી..પણ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં વધુ તપાસ આરંભી છે…