Mysamachar.in-વડોદરા:
સોશ્યલ મીડિયામાં લગ્નની સાઇટ પરથી યુવતીના પરિચયમાં આવેલ ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમ્યાન યુવતીના પરિવારએ તેના લગ્ન મુંબઈ કર્યા હતા. પરંતુ ડોક્ટરે બળજબરીથી આ સંબંધો ચાલુ રાખીને યુવતીનું શારીરીક શોષણ કરીને એક બાળકની માતા બનાવ્યાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે,
આ કિસ્સાની વિગત એમ છે કે, વડોદરાના વાઘોડીયામાં રહેતી યુવતી ૨૦૦૮માં લગ્ન માટેની મેટ્રીમોનિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ સાઈટ પર સુરતના ડો. વિપુલ મિસ્ત્રી વચ્ચે સંપર્ક થયો હતો અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીતનો દોર શરુ થયો હતો, ત્યારબાદ મુલાકાત થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તેવામાં ૨૦૧૦ના રોજ આ યુવતીના મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ્ઞાતિના રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવાથી મલેશિયા ખાતે બદલી થતાં દંપતી મલેશિયા સ્થાયી થયું હતુ અને એક બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ ફરીથી મુંબઈ બદલી થઇ હતી,
તેવામાં યુવતીના લગ્નજીવનમાં ૨૦૧૩માં ડો. વિપુલ મિસ્ત્રી ફરી વખત આવ્યો હતો. ફેસબુક ઉપરથી સંપર્ક થતાં ફરી મુલાકાતોનો દોર શરુ થયો હતો અને ડો. વિપુલે લગ્નના વચનો આપીને વડોદરા અને સુરતની એક હોટલમાં બળજબરીથી શરીરસુખ માણ્યું હતું, જેનાથી પરીણીતા બીજી વખત માતા બનતાં પતિને શંકા પડી હતી અને પતિની શંકા સાચી પડી આ બાળક ડોક્ટરનું હોવાનું હાલ તો સામે આવ્યું છે, તો બીજી તરફ લગ્નની લાલચો આપતાં ડો. વિપુલ મિસ્ત્રીએ પણ દગો આપતાં પરીણીતાના લગ્ન જીવનમાં આગ લાગી હતી,
આમ લગ્નજીવન બાદ પરિણીતા પર ડોક્ટરે વિશ્વાસઘાત કરીને વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરતા આખરે પરીણીતાએ વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે ફરીયાદ કરતાં સુરતના ડો. વિપુલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે લગ્ન બાદ પણ આડાસંબંધ રાખવાનું કેવું પરિણામ આવે છે, તેનો વધુ એક ચેતવણીરૂપ આ કિસ્સો સામે આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.