Mysamachar.in-જામનગર
ખાનગી શાળાઓ દ્વારા થતી લૂટના કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે તેના ઉપર અંકુશ મુકવાની જગ્યાએ એમ લાગે છે કે સરકાર અને અધિકારીઓની મિલીભગતના કારણે ખાનગી શાળાઓ ઈજારો ભોગવી રહી છે, વધુમાં સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ગાઈડલાઈન આપવામાં આવેલ છે જે ગાઈડલાઈનનો ચોખ્ખો ભંગ થઈ રહ્યો છે પરતું કોઈ પણ સરકારી અધિકારીઓ દ્વારા આવી શાળાઓ ઉપર એક પણ પગલા લેવામાં આવતા નથી અને હાલની સ્થિતિ જોતા એક પણ પગલા લેવામાં આવશે પણ નહીં એવું લાગે છે.
શાળાઓનું શિક્ષણ છેલ્લા બે વર્ષથી ખોટ ખાપણ જેવી સ્થિતિમાં ચાલી રહ્યું છે, ફી ના મુદ્દે તો શાળાઓએ પોતાની મનમાની ચલાવી જ લીધી છે, વાલીઓ પાસેથી સરકરની ગાઈડલાઈન્સ હોવા છતાં વારંવાર ફી ઉધરાવવા માટે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યાની ઘણી ફરિયાદો પણ આવેલ છે પરતું હાલ જ્યારે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત થઇ છે ત્યારે અને આગાઉ પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા સરકાર માન્ય સિલેબસ ઉપરાંત વધારાની બુકસ વાલીઓને ખરીદ કરવા માટે દબાણ કરવામાં આવે છે અને સ્કુલ દ્વારા નક્કી કરવામાં આવેલ બુક સ્ટોલ ઉપરથી ફરજીયાત રીતે વાલીઓને બુકસ લેવાની ફરજ પાડે છે,
ત્યારે સરકાર દ્વારા સીલેબસ નક્કી કરેલ હોય પછી વધારાના બુકસની જરૂરત શું છે એ પ્રશ્ન થાય છે વળી દરેક શાળા પોત પોતાની મરજી મુજબ સિલેબસ નક્કી કરી રહી છે અને આ વધારાના બુકસની કિંમતો પણ એટલી બધી હોય છે કે સામાન્ય વ્યક્તિને તો પેટે પાટા બાંધીને પોતાના બાળક માટે આ બુકસ ખરીદવાની ફરજ પડે છે વળી હાલની પરીસ્થિતિમાં લોકોના ધંધા રોજગાર રહ્યા નથી તો સામાન્ય વ્યક્તિ કઈ રીતે આવા ખર્ચ કરી શકે.તેવી મુદ્દો પણ આ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે,
વધુમાં જે બાળકો આર.ટી.ઈ. (RTE) મારફત ખાનગી શાળાઓમાં એડમીશન મેળવે છે તે અનાથ, દત્તક લીધેલ, દિવ્યાંગ બાળકો, બાળગૃહના, પછાત જાતીના, ગરીબ અને સામાન્ય ઘરના હોય છે સરકાર દ્વારા દરવર્ષે તે બાળકોના ખાતામાં રૂ. 3000/- સ્કુલ બુકસ તથા સ્કુલ ડ્રેસ માટે આપે છે જે ખુબજ ઓછા છે જેમાં વધારીને રૂ. 6000/- કરી આપવામાં આવે એવી મારી તથા ગરીબ અને સામન્ય વર્ગની માંગણી છે તેમજ કરવામાં આવેલ રજુઆત ધ્યાને લઈને સ્કુલો તથા બુક સ્ટોરનું ચેકિંગ કરાવવું પણ જરૂરી છે, જો સરકાર અને શિક્ષણ વિભાગ આ મામલે કોઈ પગલા ના ભારે તો જામનગર મનપાના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જેનબ ખફીએ શિક્ષણમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે પોતે આ મામલે લડત શરુ કરશે તેવો કોલ આપી દીધો છે.