Mysamachar.in-જામનગર:
જામનગર M.P.Shah મેડીકલ કોલેજમાં MBBSની બેઠકોને લઈને આજે દિલ્હીથી MCIની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામા આવ્યું છે, સૌરાષ્ટ્રની પ્રખ્યાત એવી જામનગર M.P.Shah મેડીકલ કોલેજમાં વર્ષ ૨૦૧૭/૧૮માં ૨૫૦ સીટો મંજૂર કરવામાં આવી હતી,
આ સીટોને ફરીથી યથાવત ૨૫૦ સીટ મંજૂર રાખવા માટે પૂરતી સગવડો, સુવિધાને ધ્યાનમાં રાખવા આવેલ છે કે કેમ તે અંગે દિલ્હીથી MCIની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ MBBSની ૨૫૦ સીટોની મંજૂરી આપવાના પ્રક્રિયાના ભાગરૂપે આજે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યુ છે,
જામનગર M.P.Shah મેડીકલ કોલેજમાં સવારથી જ આ ઇન્સ્પેક્શનને હાથ ધરાયું છે,ત્યારે મેડીકલ કોલેજમાં ધમધમાટ જોવા મળ્યો હતો,
આ ઇન્સ્પેક્શનને લઈને M.P. Shah મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઇએ જણાવ્યુ હતુ કે,દિલ્હી MCIની ટીમ દ્વારા MBBSની ૨૫૦ સીટની મંજૂરીને લઈને ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે,ત્યારે પૂરતી સગવડ,સુવિધા હોવાથી આ સીટોની આ વર્ષે મંજૂરી મળી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.