• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરની આ ‘રોયલ’ ઝૂંપડપટ્ટી હજૂ શા માટે નથી થતી ખાલી  ?!

My Samachar by My Samachar
October 3, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગરની આ ‘રોયલ’ ઝૂંપડપટ્ટી હજૂ શા માટે નથી થતી ખાલી  ?!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં દબાણો તો ઘણાં સ્થળોએ છે અને કેટલાંક સ્થળોએ દબાણો દૂર પણ કરાવવામાં આવ્યા છે પરંતુ જલારામ ઝૂંપડપટ્ટીની વાત જ નિરાળી છે તેથી લોકો આ ઝૂંપડપટ્ટીને ‘રોયલ’ ઝૂંપડપટ્ટીના નામે ઓળખે છે.! એક જમાનામાં આ ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતાં ઈન્દીરા રોડનો દાયકો રહ્યો. ખાસ કરીને ગુરૂદ્વારા ચાર રસ્તાથી સાત રસ્તા સર્કલ સુધીનો આ કટકો સોનાની લગડી માનવામાં આવતો. કારણ કે, આ મુખ્ય અને ધમધમતાં માર્ગ પર જલારામ ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી જગ્યા પર ઝૂંપડા છે જ નહીં  ! અહીં બે ઓરડાના સામાન્ય મકાનોથી માંડીને સુવિધાઓ ધરાવતાં બે માળના મકાનો પણ છે. અહીં વાહનોના સર્વિસ સ્ટેશન, ટ્રાવેલ્સ, દવાખાના, લોજ પ્રકારના બાંધકામો અને અન્ય વ્યવસાય સ્થળો ઉપરાંત પશુપાલકો પણ આ કહેવાતી ઝૂંપડપટ્ટીમાં કિંમતી જમીનોનો, શહેર વચ્ચે કબજો ધરાવે છે  ! જેને કોર્પોરેશન ‘ખાલી’ કરાવી શકતું નથી  ! 

નવાઈની વાત એ છે કે, જલારામ ઝૂંપડપટ્ટીની મહામૂલી જગ્યાનો ખાલી કબજો મેળવવા કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચ કરી, છેક સુપ્રિમ કોર્ટ સુધી લડયું. અંતે ચૂકાદો પણ મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો. આમ છતાં, આ કિંમતી જગ્યાનો કબજો હજુ પણ કોર્પોરેશન પાસે નથી  ! દરમિયાન, આ વિસ્તારમાં હાલ સુભાષબ્રિજ-સાત રસ્તા સુધીના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરનું નિર્માણ ચાલી રહ્યું છે, હવે આ દબાણવાળી જમીનો પાસેથી સર્વિસ રોડ પસાર થશે. અને, ઉપર ફ્લાયઓવર બની જશે.

મનપાના આધારભૂત સુત્રો કહે છે કે સાતેક વર્ષ પહેલાં કોર્પોરેશને આ કેસમાં વિજય પ્રાપ્ત કર્યા પછી, સમાધાનની શરતો મુજબ, કોર્પોરેશને આ દબાણકારોને વૈકલ્પિક આવાસોની પણ ફાળવણી કરેલી. અહીં કુલ 237 દબાણકારો છે. જેઓને 2016ની સાલમાં કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક આવાસ ફાળવણી કરવામાં આવેલી. આ ફાળવણી 864 આવાસ જે  વામ્બે આવાસ પાસે આવેલ છે તેમાં કરવામાં આવેલી. દબાણકારો પૈકી 163 દબાણકારોએ કોર્પોરેશન પાસેથી ફાળવાયેલા આવાસની ચાવીઓ લીધી. જે દબાણકારોએ ચાવીઓ લીધી તેઓ પણ આજની તારીખે ફાળવવામાં આવેલાં આવાસોમાં રહેવા ગયા નથી  ! જેને પરિણામે જલારામ ઝૂંપડપટ્ટી ‘ખાલી’ થઈ નથી  ! અને, દબાણકારો પૈકી 74 દબાણકારોએ તો કોર્પોરેશન પાસેથી વૈકલ્પિક આવાસ માટેની ચાવીઓ પણ લીધી નથી, તેઓ પણ જલારામ ઝૂંપડપટ્ટીમાં ધામા નાંખીને બેઠાં છે  ! કોર્પોરેશન મૌન છે-વરસોથી  ! 

બીજી તરફ આ દબાણકારોને જે જગ્યાએ વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા છે ત્યાં આજની તારીખે 85 જેટલાં આવાસો ખાલી પડ્યા છે ! જેમાં એક ફલેટની કિંમત રૂપિયા પાંચ લાખ ગણો તો પણ, કોર્પોરેશનનો રૂપિયા સવા ચાર કરોડનો ‘માલ’ ખાલી પડયો છે, કરદાતા નગરજનોના આ નાણાં ધૂળ થઈ રહ્યા છે  ! અને બીજી તરફ, કોર્પોરેશનની કરોડોની જલારામ ઝૂંપડપટ્ટીની જમીનો પર દબાણકારોએ હજુ કબજો જમાવી રાખ્યો છે  !! ખાલી આવાસોની ચાવીઓ આ દબાણકારોના ખિસ્સામાં પડી છે  ! આ આવાસો ખાલી જ હશે  ? કે, ભાડે આપવામાં આવેલાં હશે  ?! તે પણ તપાસનો વિષય લેખાવી શકાય.

જો કે મનપાના નવનિયુક્ત પદાધિકારીઓના ધ્યાનમાં આ મામલો આવ્યો નહિ હોય હવે આવશે એટલે તેવો તુરત આ ઝૂપડપટ્ટીને કઈ રીતે હટાવી શકાય તે અંગેનો તલસ્પર્શી અભ્યાસ અધિકારીઓ સાથે મળીને ચોક્કસ કરશે કારણ કે તેવોને મન શહેરનું હિત જ સર્વોપરી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

જામનગરના ટાઉનહોલ પાછળ કરોડોના ખર્ચ પછી, હવે વધુ રૂ. 67 લાખનો ખર્ચ…

July 3, 2025
બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®