mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર ભલે ભાર વિનાના ભણતરની વાતો કરે,સ્કુલબેગના વજન ઘટાડવા માટેના પરિપત્રો જાહેર થાય પણ વિદ્યાર્થીઓના માનસપટ પર આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ બાબતને લઈને ભણતર નું ભારણ છે તે બાબત આજે વધુ એક વખત સ્પષ્ટ થઇ છે,૮ મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ને ભણતર નું એવું તો ટેન્શન આવ્યું કે તેને પોતાની જિંદગી ટૂંકાવી લીધી…
વાત છે જામનગર જીલ્લાના ધ્રોલની…ધ્રોલના ગોકુલપાર્ક વિસ્તારમાં રહેતી નીકીતાબા હરપાલસિંહ જાડેજા નામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીની હજુ તો ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી,પણ તેને પોતાના અભ્યાસ અંગે સતત ટેન્શન રહેતું હોય અને અવારનવાર પોતાની માતા ને પણ હમણાં મારી પરીક્ષા આવશે,મારે વાંચવું છે,મારે પેહલો નંબર મેળવવો છે,અને આમ સતત નીકીતાબા ને ભણતરનું જ ટેન્શન રહેતું હોવાનું તેમની માતા ઉર્મીલાબા એ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે,
અને બસ અભ્યાસ ને ટેન્શન ને કારણે જ ગળાફાંસો ખાઈ લઇ નીકીતાબા નામની આ વિદ્યાર્થીની એ જિંદગી ટૂંકાવી લેતા ધ્રોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.