Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સરકાર ગરીબો-આર્થિક નબળા વર્ગ માટે બીપીએલકાર્ડ, મા અમૃતમ યોજના સહિતની અનેક યોજના તેમજ સવર્ણ અનામતના લાભ આપે છે, ગરીબ અને સામાન્ય વર્ગના લોકો તો આ લાભ લે જ છે જોકે દરેક જરૂરિયાતમંદ હજુ આવી યોજના અંગે અજાણ હોય તો લાભથી વંચિત રહે તેવા અનેક કિસ્સા બને પરંતુ તેની સામે સદ્ધર લોકો આવી યોજનાના લાભ લેતા હોય તેવા કિસ્સા બને છે,
મા અમૃતમ કાર્ડ જે તબીબી સારવાર વિનામુલ્યે લેવા માટેની યોજના છે અને કુટુંબની આવક ૪ લાખની મર્યાદામા તેમજ સિનિયર સીટીઝનને ૬ લાખની મર્યાદા છે, ત્યારે સરકારી કર્મચારીઓ તેમજ સદ્ધર લોકો ઘરના મુખ્ય વ્યક્તિના નામના બદલે પરિવારના પુખ્ત અન્ય સભ્યના નામે કુટુંબની કુલ આવકનો જરૂર મુજબનો દાખલો મેળવીમા કાર્ડ મેળવી લાભ લેતા હોવાના કિસ્સા છે તેમજ ઘણા સદ્ધર લોકો જે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરતા હોય તે સિવાયના પરિવારના સભ્યોના નામના આવકના દાખલા મેળવી જુદી જુદી આવકમર્યાદા વાળી યોજનાના લાભ લે છે, તેવુ જ સવર્ણો માટે આર્થિક અનામતના દાખલામા પણ થાય છે,
તેવી જ રીતે રેશનીંગ કાર્ડ પુરવઠા તેમજ બીપીએલ કાર્ડ જે તે સતામંડળ કે સ્થાનિકસ્વરાજ્યની સંસ્થામાંથી મેળવનારા ખરેખર ગરીબી રેખા ઉપર છે કે નહી તે અંગે તમામ કિસ્સા બાબતે તંત્ર ચોક્કસ નથી, આવા ગેરલાભ લેવાતા હોય તે પણ ખરા જરૂરિયાત મંદના ભોગે તો સરકારે શક્ય હોય તો ઇન્કમટેક્સ રીટર્ન કે પાન નંબર સાથે જોડવાની જોગવાઇ કરવી જોઇએ અને ઓનલાઇન આ નંબરો પરથી તપાસ કરી લેવી જોઇએ કેમકે વારંવાર અમુક સદ્ધર કે સરકારી કર્મચારી આવા કાર્ડ કે લાભ લેતા હોવાના કિસ્સાઓ વખતોવખત ઉજાગર થાય છે