Mysamachar.in-જામનગર
જામનગર SOG ટીમે જામનગર શહેરમાંથી હાઈપ્રોફાઈલ લોકો જેને નશા માટે વાપરતા હોય છે તે મોંઘાદાટ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે, આ ડ્રગ્સની 1 ગ્રામની કીમત 10,000 છે, ત્યારે સવાલ એવો પણ થાય કે ડ્રગ્સનો જામનગરમાં કરનાર કોણ..? શું પોલીસ તેના સુધી પહોચી શકશે…કારણ કે કોઈક આ નશો કરનાર તો હશે ત્યારે જ મુંબઈથી જામનગર સુધી આ ડ્રગ્સ પહોચતું હશે..તેવા સવાલો પણ થઇ રહ્યા છે.
એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા PSI વી.કે.ગઢવીનાઓના નેતૃત્વ વાળી ટીમને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ નાકા બહાર, રંગમતી સોસાયટી જામનગરમાં રહેતા ઇમ્તીયાઝ જુસબભાઈ ખેરાણી, તોહીદ હનીફભાઈ ખલીફા અને સલીમ કરીમખાન લોદીન રહે. ત્રણેય કાલાવડ નાકા બહાર જામનગર વાળાઓ ગેર કાયદેસર કેફી પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પાવડર પોતાના મકાને રાખી વેચાણ કરે છે.
જેથી રેઇડ કરતા ઉપરોકત ત્રણેય ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ પાવડર લાવી વેચાણ કરતા હોય ઈમ્તિયાઝ જુસબ ખેરાણીના કબજામાંથી ગે.કા. પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 52 ગ્રામ કી.રૂા. 5,20,000/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.5,91,000/- સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ માલ તે મુંબઈથી લાવેલનું જણાવેલ હોય જેથી ઝડપાયેલા ત્રણેય ઈસમો વિરૂધ્ધ સીટી એ ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.