Mysamachar.in-જામનગર:
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગત રાત્રીના મોબાઈલ ફોન કરીને કાલાવડમાં ચાલતા બ્રીજ અને રોડના કામમાં કેવી બેદરકારી રાખવામાં આવી છે,તે મામલે ચોંકાવનારી ફરિયાદ એક જાગ્રત નાગરીકે કરીને કાલાવડમાં ચાલતા કામોની પોલ ખોલી નાખતા સનસનાટી ફેલાઈ છે,
કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના રોડ,રસ્તા,બ્રીજના કામોમાં કથિત ગેરરીતિ મામલે અગાઉ ભારે વિવાદમાં આવતા મુખ્યમંત્રીથી માંડીને તકેદારી આયોગ સુધી ફરિયાદ થતા હજુ આ મામલો હજુ તો નજર સામે જ છે,ત્યાં જ વધુ એક ફરિયાદ ઉઠતા અધિકારીઓ અને ઠેકેદારોની કથિત મીલીભગત ખૂલી પડી છે,કાલાવડ તાલુકાનાં છેવાડાના એવા ગામ ડુંગરાણી-દેવળીયા ગામને જોડતા અતિ અગત્યના બ્રીજ તથા રોડનું કામ હાલ ચાલી રહ્યું છે,આ કામમાં નબળું મટીરીયલ વાપરીને ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવાથી માંડીને કામ નબળું કરવામાં આવી રહ્યું છે અને બ્રીજના પાયામાં લોખંડ વાપરવામાં કંજુસાઈ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,
આગળ નિયમ મુજબ રોડ ન બનાવીને રોડ પણ સાંકળો કરવામાં આવેલ છે,આવી સીધી ફરિયાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તેમના મોબાઈલ નં.૯૯૭૮૪૦૫૩૧૩ પર ડુંગરાણી-દેવળીયા ગામના રહેવાસી ભુપેન્દ્રભાઈ અમૃતલાલ બકરાણીયાએ કરતાં મોબાઈલના સામે છેડેથી નીતિનભાઈ પટેલએ જવાબ આપ્યો કે,તમે લેખિતમાં આપો પગલા લેવાશે તેમ જણાવ્યુ હતું,
અને ભુપેન્દ્રભાઈએ નીતિનભાઈ પટેલના મોબાઈલના વોટ્સએપમાં બ્રીજના કામના ફોટા,વિડિયો સાથે માત્ર આઠ લીટીમાં જ પત્ર લખીને ફરિયાદ કરીને કાલાવડ ગ્રામીણ ક્ષેત્રમાં જાગૃતીનો ભુપેન્દ્રભાઈએ દાખલો બેસાડયો છે,
આમ કાલાવડ પંથકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામમાં રાખવામા આવતી બેદરકારી, કથિત ભ્રષ્ટાચારની પોલ ગામડાના એક રહેવાસીએ ઉઘાડી પાડતા કાલાવડ પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.