my samachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 12 વર્ષની માસૂમ કિશોરીને અચાનક પેટમાં દુઃખાવો ઉપાડ્યા બાદ તબીબી તપાસ કરાવતા આ કિશોરીના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું ખૂલતાં માતા ચોંકી ઉઠી હતી અને ત્યારબાદ માતાને ભયભીત થયેલ કિશોરીએ સઘળી આપવીતી વર્ણવતા કિશોરી ઉપર જઘન્ય દુષ્કર્મનું કૃત્ય આચારનાર બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ બનાવ થી નરાધમ શખ્સો સામે ફિટકારની લાગણી વર્ષી રહી છે,
મળતી વિગત મુજબ દ્વારકાના રુપેણબંદર ખાતે રહીને મજૂરી અને મચ્છી વેચવાનો ધંધો કરતાં એક પરિવારની ૧૨ વર્ષની પુત્રી ઉપર છેલ્લા આઠ માસથી રૂપેણબંદરના મહમદ ઈસ્માઈલ પટેલીયા નામનો શખ્સ અને કલ્યાણપુર તાલુકાનાં હર્ષદ બંદર ખાતે રહેતો હમજા ઇન્દ્રિશ સુમરા નામના શખ્સની મદદથી વારંવાર કિશોરી ઉપર બળાત્કાર ગુજારતો હોય,કિશોરીને આઠ માસનો ગર્ભ રહી જતાં માતાને આ બાબતની જાણ થવા પામેલ હતી અને કિશોરીએ માતાને પોતાના ઉપર વારંવાર બરડીયા તથા હર્ષદ ગામની અવાવરુ જગ્યાએ લઈ જઈને મહમદ ઈસ્માઈલ પટેલીયા ખરાબ કૃત્ય કરતો હોવાનું જણાવ્યુ હતું,
આથી ભોગ બનનાર કિશોરીની માતાએ નરાધમ બંને શખ્સો વિરુદ્ધ દ્વારકા પૉલિસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર આને મદદગારી કરનાર ઇસમો સામે પોક્સો,૩૭૬,૫૦૬(૨) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આ બન્ને શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે,દ્વેવભૂમિ દ્વારકા જીલ્લામાં માસૂમ કિશોરી ઉપર દુષ્કર્મનો આ જઘન્ય કિસ્સો સામે આવતા હાહાકાર મચી ગયો છે.