Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ચારધામોમાં નું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા દેવભૂમિદ્વારકા જીલ્લા માં આવેલ છે..દ્વારકા ની સાથે સાથે જ દ્વારકા થી થોડે દુર આવેલ બેટ દ્વારકા માં પણ યાત્રિકો નો ભારે ધસારો આ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળો ને કારણે જોવા મળે છે…ત્યારે ઓખા અને બેટદ્વારકા વચ્ચે પરિભ્રમણ માટે બોટનો મુસાફરો મોટી સંખ્યામાં ઉપયોગ કરતાં હોય છે..
બેટદ્વારકા માં ૧૫૦ જેટલી ફેરીબોટોચાલે છે.અને સરેઆમ નિયમોનો ઉલાળિયો કરીને ચાલે છે..છતા પણ તંત્ર દ્વારા કરવી જોઈતી નક્કર કાર્યવાહી ના અભાવે અહી મુસાફરી કરતાં રોજ ના કેટલાય મુસાફરોનો જીવ તંત્રની નજર સામે જોખમમાં મુકાઈ રહ્યો છે… એવામાં રીક્વેસ્ટ રેઇડ જેવી કાર્યવાહી કરી અને મેરીટાઈમ બોર્ડ સંતોષ માને છે..જે પૂરતું નથી..ગઈકાલે વધુ એક વખત ઓખા અને બેટદ્વારકા વચ્ચે ચાલતી ૨૨ ફેરીબોટના પરવાના ૮ દિવસ માટે રદ કરી રૂપિયા ૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે..આ કાર્યવાહી અંગે મેરીટાઈમ બોર્ડ જણાવે છે કે જે ફેરીબોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે તે બોટના માલિકો નિયત કરેલ ચાર્જ અને કેપેસીટી કરતાં વધુ પેસેન્જરો નું વહન કરાવવા સાથે ક્રમમુજબ ફેરીબોટ ના ચલાવતા હોવાનું પણ ફરિયાદોમાં સામે આવતા ૨૨ બોટો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે..
અહી સૌથી મોટો સવાલ એ છે કે એકાદ દિવસ નહિ પરંતુ બારેમાસ આ જ રીતે અહી ફેરીબોટ ના માલિકો નિયમોને નેવે મુકીને ફેરીબોટો ચલાવે છે..છતાં પણ નક્કર પગલા ના ભરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ મોટા અકસ્માતને નોતરી રહી હોય તેમ મુસાફરોનું માનવું છે..