Mysamachar.in-જામનગર:
જામનગરમાં થયેલ અતિવૃષ્ટિના પરિણામે અનેક રસ્તાઓ બંધ હતા જે પૈકી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 રસ્તાઓ બંધ હતા. જેમાંથી આજે 27 રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ 19 રસ્તાઓ બંધ છે.
ઓવર ટોપિંગના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 19 રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ, જામનગર ધ્રોલ સુમરા પિપરટોડા રોડ, જામનગર કાલાવડ રવસીયા હંસ્થળ રામપર રોડ રોડ, જામનગર કાલાવડ મોરીદડ દડવી રોડ, જામનગર કાલાવડ કાલમેઘડા અનીડા રોડ, જામનગર કાલાવડ નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા, જામનગર કાલાવડ છતર મોટીવાવડી નવાગામ, જામનગર જામનગર નારણપુર નાગુના રોડ, જામનગર, જામજોધપુર બુટાવદર સંગચીરોડા મોટી ભરડ કલ્યાણપુર શેઠવડાળા રોડ, જામનગર લાલપુર મુરીલા મેમાણા વડપાચસરા રોડ, જામનગર કાલાવડ ડેરી શ્રીજી નગર રોડ, જામનગર જોડીયા મોરાણા ભેંસદણ રોડ, જામનગર ધ્રોલ જાલીયા સુમરા રોડ,જામનગર નવા નાગના જુના નાગના રોડ, જામનગર, જોડીયા મોરાણા મેઘપર જસાપર રોડ, જામનગર લાલપુર મોડપર જસાપર રોડ, જામનગર લાલપુર પીપડી ટુ સર પી એન રોડ,
જામનગર ધ્રોલ જાલીયા સુમરા રોડ, જામનગર ધ્રોલ જાલીયા વંથલી રોડ બંધ છે. જે રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ ચાલુ થશે. સ્ટેટ હસ્તકના બે રસ્તાઓ જેમાં જોડિયા તાલુકાનો દુધઈ ભીમકટા જામસર રણજીતપર બાલંભા અને જામજોધપુર તાલુકાનો જામજોધપુર મહિકી સતાપર વાંસજાળિયા તરસાઈ રોડ બંધ છે.