Mysamachar.in-જામનગર:
જામનગરના ગર્વમેન્ટ કવાર્ટરમાં રહેતા અને PWD વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીએ પત્નીને માર મારી શારીરીક-માનસિક ત્રાસ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા સરકારી કર્મચારી વર્તુળમાં ચકચાર જાગી છે,
જામનગર કે.વી.રોડ પર આવેલ PWD સ્ટેટ વિભાગમાં ગેરીમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર ભરત રમેશભાઈ ઠકરાર નોકરી કરતા હોય તેમની પત્ની વિભાબેન (ઉ.વ.33) પર લગ્નજીવનના ગાળા દરમ્યાન યેનકેન પ્રકારે શારીરીક-માનસિક ત્રાસ ગુજારી અવાર-નવાર મારકુટ કરતા હતા,
અધિકારી પતિ દ્વારા અત્યાચાર અને ઢીકાપાટુનો માર ઉપરાંત વાણી-વિલાસ પણ આચરવામાં આવ્યો હતો. આખરે કંટાળી ગયેલી મહિલાએ રાણાવાવ ખાતે રિસામણે બેઠેલ હતી અને અંતે પતિ ન સુધરતા રાણાવાવ જ આરોપી પતિ સામે સ્ત્રી અત્યાચાર હેઠળની આઇપીસી કલમ 498-એ, તેમજ કલમ 323, 504 મુજબ ફરિયાદ નોંધાવી હતી,
આ ફરિયાદ રાણાવાવ પોલીસ દ્વારા જામનગર મહિલા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે,ત્યારે મહિલા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.