mysamachar.in-જામનગર:જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના,બેડેશ્વર ઓવરબ્રીજ સહિતના લોકાર્પણ કાર્યક્રમ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા..જે લોકાર્પણવિધિ જામનગર જીલ્લાના પ્રભારી અને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ ના હસ્તે આજે કરવામાં આવી હતી..ઉર્જામંત્રી સાથે જામનગરના ધારાસભ્ય અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ સાંસદ સહિતના આગેવાનો પણ લોકાર્પણ કાર્યક્રમ મા જોડાયા હતા..પણ જે સ્થળે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ હતું તે સ્થળે તંત્ર ના અનેક ભવાળાઓ ઉડી ને આંખે વળગતા હોય તેમ લાગ્યું..આમ તો આ આખોય કાર્યક્રમ દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો..એટલે કે સ્વાભાવિક જ અંધારું ના હોય પણ છતાં મંત્રીશ્રીને વ્હાલા થવા આવાસ ફરતે ની એલઈડીલાઈટો ને ધોળે દિવસે ચાલુ કરાવી અને ઉર્જામંત્રી ની હાજરીમાં જ ઉર્જા બચાવો અભિયાન નો કચરો કરી નાખવામાં આવ્યો
વધુમાં આ જ કાર્યક્રમ દરમિયાન જીલ્લાના બે અધિકારીઓ ને પણ આયોજન ને અભાવે અપમાનજક સ્થિતિ મા મુકાવવું પડ્યું…કાર્યક્રમના ઉદઘોષક દ્વારા સ્ટેજ પર મહેમાનોને આમંત્રિત કરતી વેળાએ જીલ્લા કલેકટર રવિશંકર અને જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિક ને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા..અને આ બને અધિકારીઓ સ્ટેજ સુધી પહોચ્યા પણ ખરા પણ સ્ટેજ પર રાખવામાં આવેલ ખુરશીઓ ભરાઈ ચુકી હોવાથી બને અધિકારીઓ એ સ્ટેજ થી નીચે ઉતરી ને જતું રહેવું પડ્યું
આમ કેબિનેટ કક્ષાના બે બે મંત્રીઓ જે કાર્યક્રમ હાજર હોય અને તે જ કાર્યક્રમમા આ રીતે ઉર્જામંત્રી ની હાજરીમાં જ ઉર્જા બચાવોની હવા નીકળે અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની કોઈ બેઠક વ્યસ્થા જ ના હોય તો આનાથી શરમજનક બાબત કોઈ કહી ના શકાય અને આ ચર્ચા એ જામનગરમાં ભારે જોર પકડ્યું છે..