Mysamachar.in-સુરત:
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે દારૂબંધી ફરમાવીને કાયદો ઘડવામાં આવ્યો હતો,પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ એટલી હદે વધી ગયું છે કે સરકારે દારૂબંધી હોવા છતા નવા કાયદા ઘડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે,
તેવામાં ગુજરાતમાં દારૂબંધીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત મહત્વનું નિવેદન આપતા જણાવ્યુ છે કે,દારૂ વેંચનારા અને દારૂ પીનારા સામે કડક કાર્યવાહી થઈ રહી છે અને ગુજરાતમાં દારૂબંધીને ડામવા માટે રેઇડો પાડીને મોટા પ્રમાણમાં દારૂ પકડીને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.દારૂબંધીના ચુસ્ત અમલ માટે સરકાર કટીબંધ હોવાનો વધુ એક વખત નિર્દેશ રૂપાણીએ આપ્યો છે,
સરકારની કાર્યવાહી સામે બુટલેગરો પણ અતિ સક્રિય હોય,નીતનવા કીમિયા અજમાવીને બહારના રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સફળતા મેળવી લીધા બાદ પોલીસ પણ બુટલેગરોની સામે મેદાને પડીને છેલ્લા ઘણા દિવસોથી કરોડોના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી રહી છે,
આમ દારૂબંધીના કડક દાવા વચ્ચે ગુજરાતમાં મોટા પાયે દારૂ સપ્લાય થઈ રહ્યો છે તે પણ વાસ્તવિકતા વચ્ચે વર્ષે કરોડોનો દારૂ ઝડપાઇ પણ રહ્યો છે અને પીધેલા પણ પકડાઇ છે છતાં પણ ક્યાકને ક્યાક થવી જોઈતી કડક અમલવારીનો અભાવ છાસવારે દારૂબંધીની પોલ ખોલી નાખે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.