mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દ્વારકા જિલ્લામાં એક બાદ એક એમ સગીરાઓ પર ધ્રુણાસ્પદ કહી શકાય તેવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા દ્વારકા નગરી બળાત્કારીઓ ને કારણે બદનામ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે,એવામાં વધુ એક માસુમ સગીરા દુષ્કર્મનો શિકાર બનતા દ્વારકા જિલ્લામાં પોલીસને ચોપડે વધુ એક દુષ્કર્મની શ્યાહી લખાઈ છે,
વાત છે દેવભૂમિદ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના વરવાળા ગામે વસવાટ કરતાં એક ભદ્ર પરિવારની..ભદ્ર પરિવારની માત્ર નવ વર્ષની દીકરી પાસે જ આવેલ પોતાના મોટાબાપુ ઘરે તેના દીકરાના રમાડવા માટે લેવા ગયેલ ત્યારે હવસખોર એવા મોટાબાપુની નજર તેની જ સગી જ ભત્રીજી પર પડતા હવસખોર ઢગાએ સગીરવયની માસુમ ફૂલ જેવી ભત્રીજી ને મોબાઈલમાં બિભત્સ વિડીયો અને ફોટાઓ બતાવીને શારીરિક હરકતો થી શરૂઆત કર્યા બાદ તેણી પર તકનો લાભ લઈને દુષ્કર્મ આચરતા આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે,
બનાવ બાદ માસુમ સગીરા એ પોતાની માતાને આ બનાવ અંગે આપવીતી વર્ણવતા માતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નું એક તબક્કે નિર્માણ થયું હતું,અને જે બાદ ભદ્ર પરિવાર દ્વારકા પોલીસ મથક ખાતે પહોચ્યો હતો અને ત્યાં દુષ્કર્મ આચરનાર મોટાબાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને મેડીકલ તપાસમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.