mysamachar.in-જામનગર:
ધ્રોલ-જોડીયા અને જામનગર તાલુકામાં અપૂરતા વરસાદ વચ્ચે પાક બચાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ ઉંડ-૧ ડેમમાંથી પાણી છોડવા માટે મંજૂરી આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પાણી છોડવાની મંજૂરી મળતા ધ્રોલ-જોડીયા અને જામનગર તાલુકાનાં ઉંડ-૧ ડેમના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળી શકશે,
ધ્રોલ નજીક આવેલ ઉંડ-૧ ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો હોય તેવામાં ખેડૂતોનો પાક બચાવવા માટે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ૩૦૦ MCFT પાણી છોડવામાં આવશે આ અંગે સિંચાઇ વિભાગના નાયબ ઇજનેર ભોજાણીએ જણાવ્યુ હતું કે,ઉંડ-૧ ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી આવી છે અને ડેમમાં પાણીની ઘટ પડશે તો સૌની યોજના દ્વારા પૂરું પાડવામાં આવશે,
આમ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ ઉંડ-૧ ડેમમાંથી જો પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આપવામાં આવી હતી ત્યારેજ પાણી છોડવાની મંજૂરી મળી જતાં ખેડૂતોના સિંચાઇ માટેના પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.