mysamachar.in-જામનગર
વર્ષ 2015માં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન પૂર જોશથી ચાલી રહ્યું હતું..એવામાં 23 જુલાઈ 2015ના રોજ મહેસાણાના વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં રેલી અને આવેદનપત્રના કાર્યક્રમ દરમ્યાન તોડફોડ પણ થવા પામી હતી જે મામલે એસપીજી ના લાલજી પટેલ અને પાસના કન્વીનર હાર્દિક પટેલ સહીત ના ટોળા સામે રાયોટીંગ તોડફોડ સહીત ની કલમો હેઠળ ફરિયાદ સ્થાનિક પોલીસ મથક માં નોંધાઈ હતીજે કેસ વિસનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે હાર્દિક પટેલ,લાલજી પટેલ,અને એ.કે પટેલ સહીત 3 પાટીદાર આગેવાનોને દોષિત જાહેર કર્યા છે જયારે 14 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે..અત્રે મહત્વની બાબત એ પણ છે હાર્દિક પટેલ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા વધુ એક વખત ઉપવાસ આંદોલનની શરૂઆત કરે તે પૂર્વેજ આજે સજાનું એલાન હાર્દિક માટે ઝટકા સમાન છે.