Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા:
હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે,ત્યારે સત્રમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે આરોગ્યલક્ષી સુવિધાઓને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા,માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ચાર તાલુકાઓ પૈકી જામખંભાળિયામાં સરકારની અધતન હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે,જામખંભાળિયામાં આવેલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની બે જગ્યા છે, જે બંને જગ્યા ખાલી છે,તે જ રીતે બીજી સરકારી હોસ્પિટલ દ્વારકા શહેરમાં છે,દ્વારકા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તો મહત્વનું યાત્રાધામ છે જ પણ દેશમાં હિન્દુઓનું ચાર યાત્રાધામ પૈકીનું એક યાત્રાધામ છે ત્યાં પણ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની એક જગ્યા છે,તે પણ જગ્યા પણ ખાલી છે,
દેવભૂમિ દ્વારકાના જીલ્લા વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરોની જગ્યા ખાલી છે. ગુજરાત રાજ્યની ભાજપ સરકાર રાજ્યના બાળ આરોગ્ય અને શાળા આરોગ્ય તમામ ખર્ચ ઉપાડવાની મોટી મોટી વાતો કરે છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫૦ કિ.મી વિસ્તાર માંહેની બે સરકારી હોસ્પિટલમાં એક પણ બાળકના ડોક્ટરની જગ્યા ભરેલી નથી, વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ જામખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ બાળકોના ડોક્ટરઓની જગ્યા ક્યારે ભરાશે ? તે બાબત પ્રશ્ન વિધાનસભાના લેખિતમાં આરોગ્ય મંત્રીને પણ પુછવામાં આવેલ છે.
તેમજ વિધાનસભા વિસ્તાર તથા જિલ્લાનાં બાળકોને સારવાર માટે જામનગર છેક ધક્કા થાય, ત્યારે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પણ બાળકોની સારવાર વિભાગમાં પણ સારી સ્થિતિ નહીં હોવાની વિક્રમભાઈ માડમે આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા અને દ્વારકા શહેરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરઓની જગ્યા ભરવા આરોગ્ય મંત્રી વિધાનસભામાં પ્રશ્ન દ્વારા તથા રૂબરૂ મળી રજૂઆતો કરતા આરોગ્યમંત્રીએ ધારાસભ્ય વિક્રમ માડમ તેમના શાળા આરોગ્ય તથા બાળકોના ડોક્ટરની જગ્યાઓ ભરવા સંબંધમાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે "ડોક્ટરની જગ્યા થશે,ડોક્ટર મળશે તો નિમણૂક કરીશું " તેમ વિક્રમભાઈ માડમને જણાવવામાં આવેલો હોય. તેમ ધારાસભ્ય વિક્રમમાડમ ની અખબારી યાદીમાં જણાવાયું છે.