• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, December 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરમાં 19 મહિના સુધી બળાત્કાર, 20મા મહિને ફરિયાદ..

લાલપુરથી પોલીસે આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદીનું નામ જાહેર કર્યું...

My Samachar by My Samachar
November 6, 2025
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
જામનગરમાં મોટો ‘વીજ’આંચકો : અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું !!!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ગત્ 31મી ઓક્ટોબર જામનગરના એક યુવા ઉદ્યોગપતિ માટે અશુભ પૂરવાર થઈ. ‘વિશાલ’ નામનો આ શખ્સ, યુવતિની ફરિયાદ અનુસાર, 19 મહિના સુધી આ યુવતિના દેહને બળજબરીથી ચૂંથતો રહ્યો, આખરે 31મી ઓક્ટોબરે આ યુવતિએ આ યુવા ઉદ્યોગપતિ વિરુદ્ધ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને ત્યારબાદ છેક સાતમા દિવસે, હાલારમાં આ મામલાની ચર્ચાઓ જાહેરમાં શરૂ થયા બાદ, પોલીસે આજે આ વિગતો પત્રકારોને આપવી પડી. આજે પણ પોલીસ આરોપીનું નામ પૂછ્યા પછી બોલી અને પછી પણ આરોપીનું આખું નામ, ઉંમર કે સરનામું અથવા વ્યવસાય બોલી નહીં.

જામનગરના આ ચકચારી મામલાની પોલીસે વિગતો જાહેર કરી. જેમાં જણાવાયું કે, આ મામલામાં પ્રથમ બળાત્કાર ફેબ્રુઆરી-2024માં થયેલો, ત્યારે આરોપીએ યુવતિને કોઈક નશામાં બેભાન કરી હતી. પછી રેપ થયો. બાદમાં આ આરોપીએ આ યુવતિને સતત બ્લેકમેલ કરી, સપ્ટેમ્બર-2025 સુધી વારંવાર બળાત્કાર કર્યા.

31-10-2025ના દિવસે આ યુવતિએ આ ફરિયાદ સિક્કા પોલીસમાં એટલાં માટે દાખલ કરાવી કેમ કે, આ મામલામાં પ્રથમ વખત આ યુવતિ પર સિક્કા પાટીયા નજીકના આર્ય ભગવતી રેસિડેન્શ નામના સ્થળે બળાત્કાર થયેલો. ત્યારબાદ આ યુવતિ પર અનેક વખત બળાત્કાર થયો. આ ફરિયાદી યુવતિ કોઈ લોન ફાઇનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું પોલીસ કહે છે.

-આ વિશાલનો કારોબાર પણ ‘વિશાળ’ છે અને રાજકીય ક્ષેત્રે પણ સંકળાયેલ…

આ વારંવારના બળાત્કાર કેસનો આરોપી યુવા ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્ર મોદી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મિલ ધરાવતો મિલમાલિક હોવાનું બહાર આવ્યું છે. અને, અંબર ચાર રસ્તા નજીક તે પોતાની કારોબારી ઓફિસ ધરાવતો હોવાની વિગતો પણ ચર્ચાઓમાં છે. એમ પણ કહેવાય છે કે, આ ઓફિસમાં પણ યુવતિને અનેકવખત બોલાવવામાં આવી. અને યુવતિએ કહ્યું છે કે, તેણી પર વારંવાર બળાત્કાર થતાં રહ્યા.

જામનગર શહેરમાં લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, જામનગરમાં કોઈ પણ મહત્વપૂર્ણ બાબત બને ત્યારે, આ શખ્સને પોતાનું નામ, ખુદના નાણાં ખર્ચ કરી મોટા હોર્ડિંગ મારફત ગજાવવાનો પણ શોખ છે. આ આરોપી શાસકપક્ષના જામનગર યુનિટમાં પણ સંકળાયેલ છે. આ પદ પરથી એવું સમજાઈ રહ્યું છે કે, આ શખ્સ ખેડૂત ખાતેદાર પણ હશે અને ખેતીની જમીન અથવા ફાર્મ હાઉસ ધરાવતો હોય શકે. આ શખ્સ ‘વિલા’ પણ ધરાવતો હોવાની ચર્ચાઓ છે. સમગ્ર મામલો લાંબા સમય સુધી છૂપાયેલો રહ્યો આ મામલામાં હજુ સુધી આરોપીની ધરપકડ પોલીસ કરી શકી નથી !

SendShareTweetShare

Join Us on Social

Recent News

ઉડતા ગુજરાત : ડ્રગ્સ શરાબની સાથે હરીફાઈ કરી રહ્યું છે !

ઉડતા ગુજરાત : ડ્રગ્સ શરાબની સાથે હરીફાઈ કરી રહ્યું છે !

December 4, 2025
સફળતા : જામનગરની જીજી હોસ્પિટલમાં ચામડીના આ ભયાનક રોગમાં અદભુત સારવાર…

સફળતા : જામનગરની જીજી હોસ્પિટલમાં ચામડીના આ ભયાનક રોગમાં અદભુત સારવાર…

December 4, 2025
પ્રદૂષણ : ચિંતન, ચર્ચાઓ અને આદેશો તો થતાં જ રહે છે, પછી શું થાય છે ?…

પ્રદૂષણ : ચિંતન, ચર્ચાઓ અને આદેશો તો થતાં જ રહે છે, પછી શું થાય છે ?…

December 4, 2025
લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

મુખ્યમંત્રીએ રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી, જામનગરના આ પ્રોજેક્ટનો પણ સમાવેશ

December 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ઉડતા ગુજરાત : ડ્રગ્સ શરાબની સાથે હરીફાઈ કરી રહ્યું છે !

ઉડતા ગુજરાત : ડ્રગ્સ શરાબની સાથે હરીફાઈ કરી રહ્યું છે !

December 4, 2025
સફળતા : જામનગરની જીજી હોસ્પિટલમાં ચામડીના આ ભયાનક રોગમાં અદભુત સારવાર…

સફળતા : જામનગરની જીજી હોસ્પિટલમાં ચામડીના આ ભયાનક રોગમાં અદભુત સારવાર…

December 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®