My samachar.in:-વડોદરા
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાવચેત રહેવું ખુબ જરૂરી છે, અને જો સાવચેત ના રહીએ તો કોઈ તકનો લાભ લઇ શકે છે, આવો જ એક ખુબ શરમજનક કહી શકાય તેવો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે, જ્યાં ડી-માર્ટના ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી મહિલાનો છૂપી રીતે મોબાઇલથી વીડિયો બનાવતા યુવકને માંજલપુર પોલીસે ઝડપી લીધો છે.ગત રવિવારે મોડી સાંજે વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુસેન સર્કલ પાસે આવેલ ડી-માર્ટમાં કપડાં બદલવાના ટ્રાયલ રૂમમાં એક મહિલા કપડાં બદલી રહી હતી, ત્યારે રણજીત પરમાર નામનો યુવક ટ્રાયલ રૂમની ઉપર મોબાઇલ મુકી મહિલાનો વીડિયો બનાવી રહ્યો હતો. જ્યારે યુવતીને ખબર પડી કે, મારો કોઇ વીડિયો બનાવી રહ્યું છે તો તે ટ્રાયલ રૂમમાંથી બહાર નિકળી હતી અને તે યુવકને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જેથી યુવતીએ SHE ટીમને મદદ માટે બોલાવી હતી.જેથી માંજલપુર પોલીસ અને SHE ટીમ દ્વારા આરોપી રણજીત પરમારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તેને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે