Mysamachar.in-વડોદરાઃ
જો માણસ દ્રઢ ઇચ્છા શક્તિથી કોઇ કામ કરે તો તેને એક દિવસ જરૂર સફળતા મળે છે. આ વાતની સાબિતી આપતું કામ વડોદરામાં રહેતા પિન્સ પંચાલે કરી દેખાડ્યું છે. પ્રિન્સે રિમોટ કંટ્રોલથી સંચાલિક પ્લેનના મોડેલ બનાવવામાં અનેરી સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં પ્રિન્સ ધોરણ 10ની પરિક્ષામાં ચાર વખત નાપાસ થયો છે. અત્યારસુધીમાં પ્રિન્સે 35 જેટલા રિમોટથી કંટ્રોલ થતા પ્લેન બનાવ્યા છે. આ અંગે તેનું કહેવું છે કે તેને ભણવામાં પહેલેથી જ રસ નહતો પરંતુ ટેક્નોલોજી પ્રત્યે તેને ખાસ લગાવ હતો. ઇન્ટરનેટ પર આ પ્રકારના વીડિયો જોઇ તેણે પ્લેન બનાવવાનું શીખ્યું હતું. પ્રિન્સના દાદાનું કહેવું છે કે પુત્ર ભલે વધુ અભ્યાસ ન કરી શક્યો પરંતુ તેની આવડત જોઇ ખુબ ખુશ છે. પ્રિન્સે કહ્યું કે જેટલા પણ પ્લેન બનાવ્યા તેમાં જૂના હોર્ડિંગ અને બેનરોમાં વપરાતા મટિરિયલ તથા શુક્રવારે ભરાતી બજારમાંથી કેટલાક પાર્ટસ એકત્રિત તેનો ઉપયોગ કર્યો છે.