Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમાં વધતી જતી કારમી મોંઘવારી અને બેરોજગારીનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બનતો જાય છે.એક બાજુ સરકાર યુવાનોને રોજગારી આપવાના દાવા કરી રહ્યું છે,પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં બેરોજગારીના કારણે હવે ઘર-ઘરમાં ઝઘડા થવા લાગ્યાના બનાવો સામે આવતા વિકટ પરિસ્થિતી ઉભી થતી જાય છે,
તાજેતરમાં જામનગરમાં કામ-ધંધા વગર એક યુવકએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો,તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાનાં પંચાયત પાછળ રહેતા ભરતભાઇ મેતાએ પોતાના પુત્ર અમિત ઘણા સમયથી કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પરિવારમાં કલેશનું વાતાવરણ હતું,
ત્યારે પિતા ભરતભાઇએ અમિત બેરોજગાર હોય, કામ-ધંધો કરવા માટે સલાહ આપતા ઉશ્કેરાયેલા અમિતએ ક્રોધે ભરાઈને પિતાને બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ખુદ પિતા ભરતભાઈએ સગા પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,
આમ બેરોજગારીના મામલે જીલ્લાના ભાણવડ પંથકમાં અગાઉ પુત્ર દ્વારા માર મારવાના બનાવ બાદ આ બીજો બનાવ સામે આવતા પ્રવર્તમાન સમયમાં સામાજિક જીવનમાં મોંઘવારીના માહોલ વચ્ચે બેરોજગારીની કેવી પરિસ્થિતી છે તેનો ચિંતાજનક ચિતાર જોવા મળી રહ્યો છે,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.