mysamachar.inજામનગર
જામનગર જિલ્લામાં વધુ એક વખત દુષ્કર્મ નો ચકચારી કિસ્સો સામે આવતા સમગ્ર લાલપુર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે,લાલપુર તાલુકાના બાધલા ગામે વસવાટ કરતાં અને પરપ્રાંત થી પરણીને લાલપુર મુકામે પોતાના પતિ સહિતના પરિવાર સાથે વસવાટ કરતી મહિલા પર બે શખ્સો એ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે,
જે રીતે લાલપુર પોલીસ મથકમાં થી વિગતો મળી રહી છે તે પ્રમાણે લાલપુર ના બાધલા ગામે ૩૫ વર્ષીય આ પરણીતા બે દિવસ પૂર્વે ગામમાં આવેલ પાણીની લાઈનમાં પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે ગામમાં જ વસવાટ કરતાં બે નરાધમ શખ્સોએ તેણીને આંતરી અને બાદમાં ગામ નજીક આવેલ અવાવરું જગ્યા પર લઇ એક બાદ એક એમ બને નરાધમો દુષ્કર્મ આચર્યા બાદ નાશી છુટ્યા છે,
જે બાદ બનાવ થી ભયભીત થયેલ પરિણીતા એ પોતાના પતિને આપવીતી વર્ણવતા પતિ-પત્ની લાલપુર પોલીસ મથકે પહોચ્યા હતા,જ્યાં બે શખ્સો સામે ગુન્હો નોંધી પીએસઆર રાણા અને સ્ટાફના ખોડુભા સહિતના વધુ તપાસ ચલાવી રહ્યા છે,
આ બનાવે સમગ્ર લાલપુર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.