• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, July 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પાણીના વહીવટને ‘સ્વચ્છ’ બનાવવા, રૂ. 12.66 કરોડની યોજના 

My Samachar by My Samachar
January 8, 2024
in જામનગર
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર ધીમે ધીમે ખૂબ જ મોટું બનવા તરફ ગતિ કરી રહ્યું છે, આગામી વર્ષોમાં શહેર ખૂબ જ મોટું બનશે અને તેથી સ્વાભાવિક રીતે જ, શહેરની પીવાના તથા વપરાશના પાણીની જરૂરિયાત અનેક ગણી વધી જશે, આ પાણીની શુદ્ધિકરણની તથા વિતરણની કામગીરીઓ પણ વધી જશે, આ બધી જ બાબતોના ઓડિટ અને સંચાલન માટે એક આધુનિક કંટ્રોલ સ્ટેશન બનશે, જેના માટે હાલ પાંચ વર્ષની કામગીરીઓ રૂ. 12.66 કરોડના ખર્ચથી કરાવવા એક ખાનગી પાર્ટીને આ કામ સોંપવામાં આવ્યું છે.  

જામનગર મહાનગરપાલિકાએ પાંચમી જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ખર્ચ મંજૂર કર્યો છે. આ અંગેની કમિશનરની દરખાસ્તનો અભ્યાસ કરી, કમિટીએ રૂ. 1266.73 લાખની રકમ આ માટે હાલ મંજૂર કરી છે. આ રકમના બદલામાં નીશ ટેકનો પ્રોજેક્ટ પ્રા. લિ. નામની કંપનીએ આ કામ કરવાની જવાબદારીઓ સ્વીકારી છે. 

આ અંગે વધુ વિગતો આપતા મનપાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલે કહ્યું કે આગામી 2025 સુધીમાં શહેરની પાણીની અંદાજિત ડિમાંડ દૈનિક 155 થી 160 MLD થશે, આ જરૂરિયાત પૂર્ણ કરવા ઉપલબ્ધ પાણીનું યોગ્ય વિતરણ કરવું જરૂરી બની રહે. જેના માટે ડેમમાંથી પાણી મેળવી, પંપહાઉસ સુધી પહોંચાડી, પાણી ફિલ્ટર કર્યા બાદ આ પાણીને જુદાં જુદાં ESR મારફત શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા સુધીની તમામ પ્રક્રિયાઓનો ડેટા, પાણીલોસ ઉપરાંત પાણીનો જથ્થો અને વિતરીત થતાં પાણીની ગુણવત્તા તથા વોટર ઓડિટ માટે આ કંટ્રોલ સ્ટેશનમાં ઓટોમેટિક આધુનિક મશીનરીઓ લગાવવામાં આવશે, આ બધી જ કામગીરીઓ  SKADA પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવશે. 

સમગ્ર વ્યવસ્થાનું આ રીતે કંટ્રોલિંગ અને મોનિટરીંગ થવાથી વોટર વર્કસ વિભાગ તથા સક્ષમ સતાને આખો અને સાચો ડેટા મળશે. જેનાથી પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવી શકાશે. આ સંપૂર્ણ કામગીરીઓ અમૃત 2.0 યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે.

ખીજડીયા પ્લાન્ટ, પંપહાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, આજી-3, ઉંડ તથા સસોઈ ડેમને ઈન્ટરનેટના માધ્યમથી આ કંટ્રોલ સ્ટેશન સાથે જોડી લેવામાં આવશે. અને તમામ ESR પણ આ સ્ટેશન સાથે જોડાઈ જશે. આ વ્યવસ્થા રાઉન્ડ ધ કલોક એટલે કે ચોવીસેય કલાક કાર્યરત રહેશે, ખૂબ ઓછા માનવબળ સાથે આ વ્યવસ્થા ઓપરેટ કરી શકાશે અને વધુ ચોકસાઈથી આ કામ કરી શકાશે. 

પાણી વિતરણ વ્યવસ્થામાં થતી માનવીય ભૂલો બાદ થઈ જવાથી પાણી વિતરણ ઠપ્પના બનાવો ઘટી જશે. સમગ્ર વ્યવસ્થા આ કંટ્રોલ સ્ટેશનથી એટલે કે એક જ જગ્યાએથી ઓપરેટ થઈ શકશે. સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ JMCની ટોપમોસ્ટ ઓથોરિટી દ્વારા થઈ શકશે. પાણીનો કયાંય વેડફાટ થશે અથવા લીકેજીસ હશે તો જાણી શકાશે અને જરૂરી પગલાં લઈ શકાશે. 

આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ સિટી ઈજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર તથા મદદનીશ ઈજનેરને ડાયરેક્ટ રિપોર્ટગ થઈ શકશે. પાણીની ગુણવત્તાનું મોનિટરીંગ ઓનલાઈન થઈ જવાથી નાગરિકોના આરોગ્યને તેનો સીધો લાભ મળશે. વિવિધ મશીનોની મદદથી પાણીનો હિસાબ કરી શકાશે આમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી મનપાનો વોટરવર્કસ વિભાગ પણ એક કદમ આગળ વધશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®