Mysamachar.in-રાજકોટ
આજે લગભગ કોઈ પાસે મોબાઈલ ના હોય તેવું બનતું નથી, ત્યારે તસ્કરો પણ તકનો લાભ લઈને લોકોના ગજવામાં થી મોબાઈલ સેરવી લેતા હોવાની અનેક ફરિયાદો બાદ રાજકોટ પોલીસને સફળતા મળી છે, રાજકોટ પોલીસે ચોર ત્રિપુટી ને 39 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી છે, ઝડપાયેલ શખ્શોની મોડસ ઓપરેન્ડી એવી હતી કોઈપણ વ્યક્તિના ખિસ્સા પાસે રેકઝીનની થેલી રાખી મોબાઈલ સેરવી રિક્ષામાં બેસી અને નાશી જતા હતા, ગાંધીગ્રામ પોલીસે 3 શખ્સોને 39 મોબાઈલ, રીક્ષા સહિત 2.54 લાખનો મુદ્દામાલ કર્યો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






