mysamachar.in-જામનગર:
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓડિટ રિપોર્ટમાં ત્રણ કર્મચારીઓએ તો ઘરની ધોરાજી ચલાવીને પ્રવાસ ભથ્થા ઉપરાંત રહેવા,જમવાના પણ નાણાં મેળવી લીધાનું સામે આવ્યું છે,
જેમાં ઓડિટ રિપોર્ટના પારા નં ૩૦માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ કર્મચારીઓ એલ.ટી.સી.ના નામે મુસાફરી ભથ્થા ઉપરાંત રહેવા,જમવાના લોંજિંગ,બોર્ડિંગ ચાર્જીસના ૧ લાખ ૨૮ હજાર જેવી મુસાફરી ભથ્થાના નામે મેળવી લીધી હોય આ રકમ પણ ઓડિટરે વાંધા હેઠળ મૂકી રિકવરી કરવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યુ છે,
આ ત્રણેય કર્મચારીઓ ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં મુસાફરી કરી હતી અને નિયમ મુજબ ૬ હજાર કિમી સુધીના પ્રવાસ ભાડું મળવાપાત્ર છે એ બરાબર પણ ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં મુસાફરી,ઉપરાંત રહેવા,જમવાનું પણ હોય છે તેવી ઝીણી બાબતોની ભૂલ ઓડિટ રિપોર્ટમાં ધ્યાને આવતા આવો લાભ લેનારા ત્રણ કર્મચારીની ૧.૨૮ લાખની રકમ રીકવરી કરવા રિપોર્ટમાં જણાવાયુ છે,
આવો લાભ લેનાર ત્રણ કર્મચારીઑ ખાનગી ટુરિઝમ દ્વારા અમદાવાદથી કાશ્મીર,વૈષ્ણોદેવી,કટરા,અમૃતસર,બિકાનેર,ગોવા,મહાબળેશ્વર,લોનાવાલા પ્રવાસ ખેડીને ખર્ચ કર્યા હતા અને બીલ મૂકીને પાસ કરાવી લીધાનું ઓડિટ રિપોર્ટમાં ઘટાડો થયો છે,
આમ ત્રણેય કર્મચારીઓ નિયમ વિરુદ્ધ ૧,૨૮,૦૦૦ રકમ મેળવી લીધી હોય પરત જમા કરાવવાના આદેશો છૂટતા શિક્ષણ સમિતિનું વધુ એક ભોપાળું છતું થયું છે.