mysamachar.in-સુરેન્દ્રનગર:જામનગર
લખતર વઢવાણ-કોઠારિયા રોડ પર સુરેન્દ્રનગર સાંકળ રૂટની એસટી બસ અને કાર વચ્ચે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે,જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જાણવા મળતી વિગતો પ્રમાણે વઢવાણનો કંદોઈ પરિવાર દિવાળી વેકેશનને દર્શનાર્થે નીકળ્યો હતો ત્યારે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ ના મોતથી હાઈવે મોતની ચીચયારીઓ થી ગુંજી ઉઠ્યો હતો,
અકસ્માતને પગલે વઢવાણ- કોઠારિયા રોડ પર થોડીવાર પુરતો ટ્રાફિક જામ થયો હતો.અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.અકસ્માતને પગલે થોડીવાર સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો જામનગર જીલ્લાના લાલપુર નજીક બે કાર સામ સામે ધડાકાભેર અથડાઈ જતા કુલ ૧૦ જેટલા લોકો ને સામાન્ય થી માંડી ને ગભીર ઇજાઓ પહોચતા તેવોને પ્રાથમિક સારવાર લાલપુર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.