mysamachar.in-જામનગર:
સરકારે સપ્ટેમ્બર મહિનામાં બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી હતી.આ પ્રથમ ઘટના છે જ્યારે ત્રણ જાહેર ક્ષેત્રની બેન્કોનું મર્જર કરીને એક બેન્ક બનાવવામાં આવનારી છે.ત્યારે આ બાબત ને લઈને બેંકકર્મીઓ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ નોંધાવવમા આવી રહ્યો છે,
ત્યારે આજે જામનગર રણજીતરોડ નજીક યુકો બેંક બહાર જામનગરની જાહેરક્ષેત્રની બેન્કના કર્મચારીઓ એકઠા થયા હતા અને તેવોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.યુનિયનનો દાવો છે કે બેન્કોની હડતાલમાં જામનગરના ૫૦૦૦ જેટલા કર્મચારીઓ જોડાઈ જતા અંદાજે બે થી ત્રણ કરોડનું ક્લીયરિંગ ઠપ્પ થઇ જશે તેવો દાવો પણ કરાઈ રહ્યો છે.