Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય છતા છાશવારે બુટલેગરો કોઈને કોઈ કીમીયાઓ અજમાવીને પ્યાસીઓની પ્યાસ બુઝાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.જે અચરજમાં પાડી દે તેવો છે,વડોદરામાં દૂધના ટેમ્પોમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે,દૂધની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જેમાં દૂધના કેરેટમાં દારૂનો જથ્થો સંતાડી ભરૂચ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બાપોદ પોલીસે દારૂની હેરાફેરી કરનાર ભરૂચના બે શખ્સોને ઝડપી લઈ ટેમ્પો સહિત દારૂનો જથ્થો જપ્ત કર્યો છે,ટેમ્પોને રોકી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દારૂના કુલ ૨૪૦૦૦ પાઉચ મળી આવ્યા છે,અને વધુ તપાસ હાથ ધરી છે.