Mysamachar.in-જામનગર:
ધ્રોલ અને જોડિયા તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૦ થી ૨૫૦ મી.મી. સુધી પડેલ વરસાદવાળા વિસ્તારોને સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરેલ છે. જેમાં ધ્રોલ અને જોડિયાને અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરેલ છે,તો જામનગર જીલ્લાના ધ્રોલ અને જોડિયા તાલુકાનો પણ અછતગ્રસ્તમા સમાવેશ થયો છે,
ત્યારે આ બને તાલુકાઓમાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને પ્રતિ હેકટરે રૂ.૬૮૦૦/- મુજબ ૨ હેકટરની મર્યાદામાં ઈનપુટ સહાય આપવાનું સરકાર દ્વારા જાહેર કરેલ છે.જેથી અછતગ્રસ્ત ઈનપુટ સહાયનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ ૧૫ દિવસમાં નિયત નમુનામાં અરજી કરી સાથે જરૂરી સાધનિક કાગળો ૮-અ, ૭-૧૨, વાવેતર અંગેની નોંધ બેંક એકાઉન્ટનો કેન્સલ ચેક, આધારકાર્ડ વગેરે ગામના તલાટી કમ મંત્રીને અરજી પહોચતી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.