Mysamachar.in:જામનગર:
PGVCL ચેકીંગ ડ્રાઇવમા લાખના બાર હજાર કરતા હોવાનુ ચિત્ર ઉપસે છે, કેમ કે એક ચેકીંગ દીઠ ૨૦૦૦ નો સરેરાશ ખર્ચ થાય છે, જામનગર વીજસર્કલનુ એસેસમેન્ટ કરીએ તો ચેકીંગમા ધાડા ઉતારવામા સર્કલ ને ખાસ કંઇ ફાયદો થતો નથી કેમ કે એક ચેકીંગ દીઠ સરેરાશ બે હજાર ખર્ચ ઉપરાંત જેટલા ચેક થાય તેમાંથી પચીસ ટકામા જ ગેરરીતી નીકળે એ પણ કાં નાની કા ક્યારેક જ મોટી તે કુલ એસેસમેન્ટમાં થી વધુમાં વધુ પચાસ ટકા વીજચોરીના કેસોની દંડની આવક થાય બાકી અદ્ધરતાલ રહે છે, આમ સરવાળે ફાયદો શુ થાય તે તો વિજ વિભાગના નિષ્ણાંતો જ જાણે.! એક તો વીજચોરી થઇ રહી હોય તેમાંથી પચાસ ટકા ચોરી ની ડીપાર્ટમેન્ટમાં થી કોઇ ને કોઇ તો જાણતા જ હોય વળી ચેકીંગ ડ્રાઇવમા પણ ચોક્કસ ને તારવી દેવાતા હોય છે અને સરવાળે આ નુકસાની તો ખરી ઉપરથી ચેકીંગમા જંગી ખર્ચ થાય છે. તેમ આ સ્ફોટક વિગતો આપનારાઓ ઉમેરે છે જે ખરૂ હોય તો ખુબ ખરાબ ગણી શકાય તેમ લાગે છે.