Mysamachar.in-રાજકોટ
રાજકોટ શહેરમાં એક સપ્તાહની અંદર હનીટ્રેપની બીજી ફરીયાદ પોલીસ ચોપડે ચઢી છે, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ હનીટ્રેપ અને અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગુન્હો દાખલ થયા બાદ પોલીસે ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓની અટકાયત કરી લીધી છે, બે મિત્રોએ 10 હજાર રૂપિયામાં એક છોકરી સાથે રાત વિતાવવાનો ભાવ નક્કી કર્યો હતો. જે બાદમાં કાર લઈને છોકરીને મળવા જતાં બને હનીટ્રેપનો શિકાર બન્યા હતા. તાજેતરમાં જ રાજકોટમાં હનીટ્રેપની ટોળકીનો પર્દાફાશ થયાને ગણતરીના કલાકો થયા છે ત્યાં જ રાજકોટમાં હનિટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
દિનપ્રતિદિન વધુને વધુ સામે આવતા કિસ્સાઓથી લોકોએ અને ખાસ કરીને પુરુષોએ ચેતવાની ખુબ જરૂર છે, મોરબીમાં કેમિકલનું કામ કરતા બે મિત્રોને અન્ય એક મિત્ર તરફથી રાજકોટની દિવ્યા મકવાણાનો ફોન નંબર મળ્યો હતો. બાદમાં બંને મિત્રોએ દિવ્યાને ફોન કરતા દિવ્યાએ એક યુવતીના ફોટા મોકલી 10 હજારમાં નાઈટ સેટલમેન્ટ કરાવી રાજકોટ બોલાવ્યા હતા. બાદમાં બંને મિત્રો મોરબીથી રાજકોટ આવતા દિવ્યાને મળ્યા હતા. ત્યારે દિવ્યા પતિ ગુણવંત સહિત અન્ય બે શખ્સ પણ હાજર હતા. દિવ્યા સહિત ચાર શખ્સે મોરબીથી આવેલા બે શખ્સોને માર મારી બે લાખની માગણી કરી હતી. બાદમાં બંને મિત્રો પાસે રહેલા 26500 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે અને બે શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ આવતા દિવ્યા બતાવનારી યુવતી પાસે લઈ જવા બંનેને બેડી ફાટકથી આગળ કાચા રસ્તે લઈ જઈ ગઈ હતી. ત્યાં દિવ્યાનો પતિ ગુણવંત અને અન્ય બે શખ્સ વિજય ગરચર અને અશોક હાજર હતા. બાદમાં બંને મિત્રોને ચારેયે માર મારી છરી બતાવી પોલીસમાં પકડાવી દેવાનો ભય બતાવી એક મિત્રને પૈસાની વ્યવસ્થા કરવા રોડ પર મોકલી બીજાને ગોંધી રાખી તેના ખિસ્સામાંથી 6500 અને એટીએમમાંથી બીજા 20 હજાર ઉપડાવી લઈ છૂટવા માટે બે લાખની માંગણી કરી હતી. બાદમાં 2 લાખની જગ્યાએ એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રને પૈસાની વ્યવસ્થા કરવા મોકલાયો હતો તેણે સમયસુચકતા વાપરી પોલીસને બોલાવી લેતાં કુવાડવા પોલીસે વિજય અને ગુણવંતની ધરકપકડ કરી લીધી હતી. જ્યારે દિવ્યા અને અશોક ભાગી જતા પોલીસે બંનેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.