mysamachar.in-જામનગર
રાજ્યભરમાં ગઈકાલે એસીબી દ્વારા પાંચ સ્થળોએ થી લાંચિયા બાબુઓને લાંચ લેતા ઝબ્બે કરવામાં આવ્યા છે,ત્યારે જામનગર જીલ્લાના સિક્કા પીએસઆઇ વિરુદ્ધ તાજેતરમાં જ ચોરીના કેસમાં બે સગીરો સહિત એક યુવકને પોલીસ સ્ટેશનમાંજ બેફામ માર મારીને પૈસા લીધા હોવાના આક્ષેપ સાથે એસપીને રજૂઆત કરવામાં આવી હતી,
તેવામાં ગત સાંજે સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ એમ.બી.જાની દ્વારા છટકું ગોઠવીને જામનગર જી.જી હોસ્પિટલના કમ્પાઉન્ડ પાસેથી સિક્કાના પીએસઆઇ સંજય મહેતા અને પોલીસકર્મીઓ દિનેશ મકવાણા,હસમુખ તેરૈયાને ૫૦૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે,
ઝડપાયેલ ત્રણેય લાંચિયાઓ ના રહેઠાણ પર ગતસાંજના એસીબી જામનગરની ટીમ દ્વારા ઝડતી લેવામાં આવી હતી પણ તેમના રહેઠાણ પર થી હાલસુધી કાઈ મળી આવ્યું નથી,ઝડપાયેલ ફોજદાર અને જમાદારો ને આજે સાંજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.