Mysamachar.in-વડોદરા:
બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાને પૈસાની જરૂર પડતા સામાન્ય પરિચયમાં આવેલા આમલેટની લારીવાળા પાસે પૈસાની મદદ માંગવા ગયા બાદ આ પરિણીતા પર નજર બગાડીને તેની મજબૂરીનો લાભ લેવા આમલેટની લારીવાળા સહિત ત્રણ શખ્સોએ ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરતા વડોદરા જેવા મેટ્રો સીટીમાં બનાવ સામે આવ્યો છે,
મહિલાઓ માટે ચેતવા જેવા કિસ્સાની વિગત મુજબ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી પરિણીતાએ ૧૦ માસ પહેલા જ લવ મેરેજ કર્યા હતા,પતિ સાથે મચ્છીપીઠ ખાતે આવેલ ઈમરાનની આમલેટની લારી પર અવારનવાર નાસ્તો કરવા જતા હતા ત્યારે પરિણીતાને ખબર પડી કે,ઈમરાન પૈસાનું સેટીંગ કરી આપે છે,
તેવામાં પતિ સાથે અણબનાવ બનતા અને બ્યુટીપાર્લર માટે ભાડે દુકાન રાખવા પૈસાની જરૂર પડતા પરિણીતા આમલેટની લારીવાળા ઈમરાન પાસે દોડી ગઈ હતી અને ઇમરાને કહ્યું કે,મહેન્દ્ર તને સગવડ કરી આપશે અને મોબાઈલ નંબર આપ્યો હતો,
ત્યારબાદ પરિણીતાએ મહેન્દ્રનો સંપર્ક કરતા જરૂરી ડૉક્યુમેન્ટ લઈને ગઇકાલે બપોરે પરિણીતાને ફોન કરીને મહેન્દ્રએ કહ્યું કે,તમે બ્યુટીપાર્લરનું કામ કરો છો તો મારી પત્ની અને દીકરીને તૈયાર કરવાની છે,તમે મારા ઘરે આવો, જેથી પરિણીતા વડોદરાના વારસિયા પાસે પહોંચી,ત્યાં મહેન્દ્ર ઉપરાંત ઈમરાન અને અજજુ આવ્યા હતા
અને પરિણીતાને ઘરે લઈ જવાના બહાને કારમાં બેસાડીને સુરત તરફ હાઇવે પર કાર દોડાવી મૂકીને આ ત્રણેય શખ્સો પરિણીતા પર નજર બગાડીને બિભત્સ વર્તન કરવા લાગ્યા હતા,પરિણીતાની મજબૂરી સમજી ગયેલા આ શખ્સએ કહ્યું કે,પૈસા જોતાં હોય તો અમારું કામ કરવું પડશે નહિતર પૈસા મળશે નહિ અને અજજુએ પરિણીતા સાથે શારીરીક છેડછાડ શરૂ કરીને ત્રણેય શખ્સએ બદકામ કરવાની માંગણી કરી હતી,
આથી પરિણીતા બૂમાબૂમ કરી મૂકતા ત્રણેય શખ્સો ડરી જઇને પરિણીતાને સુરત હાઇવે નજીક છોડીને નાશી ગયા હતા.ત્યારબાદ પોતાની સાથે બનેલ સમગ્ર બનાવની વારસિયા પોલીસ મથકે દોડી જઈને પરિણીતાએ આપવીતી વર્ણાવીને ફરિયાદ નોંધાવી છે,ત્યારે આ ત્રણેય શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.