Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે બે સગાભાઈના ઘરને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના રોકડ મળી લાખોની મતાની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ જાહેર થઇ છે, જેની વિગત એવી છે કે મહેશભાઈ મોહનભાઈ ડોબરીયા જેવો ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે તે તેમજ તેમના ભાઈ નંદલાલભાઈ જે બન્ને એક જ ફળિયામાં આવેલ અલગ અલગ મકાનોમાં વસવાટ કરે છે, તે રહેણાંક મકાનના દરવાજાના આગરીયાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં આવેલ કબાટના દરવાજાનો લોક તોડી કબાટની તિજોરીનો લોક તોડી તિજોરીમાં રાખેલ રોકડા રૂપીય ત્રણ લાખ…
તથા આજથી 23 વર્ષ પહેલાના બનાવેલ સોનાના ઘરેણા કુલ બાર તોલા જેની કુલ કિંમત રૂપીયા 72000 તથા તેમના ભાઈ નંદલાલભાઈના રહેણાંક મકાનના દરવાજાના આગળીયાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં આવેલ કબાટના દરવાજાનો લોક તોડી કબાટની તિજોરીનો લોક તોડી તિજોરીમાં રાખેલ આજથી 24 વર્ષ પહેલાના બનાવેલ સોનાના ઘરેણા કુલ સાત તોલા જેની કુલ કિંમત રૂપીયા 42000 મળી કુલ રોકડા રૂપીયા 3 લાખ તથા સોનાના ઘરેણા 19 તોલા મળી કુલ રૂપીયા 4,14,000ની કોઈ અજાણ્યો ચોર ઈસમ કે ઈસમો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકે જાહેર થઇ છે.