Mysamachar.in-ગીર સોમનાથ:
રાજ્યમાં દારૂબંધી તો છે જે પણ લોકો અન્ય નશીલા પદાર્થોનું પણ સેવન કરતા હોય છે, ત્યારે યુવાધન દારુ સહીત આવા અન્ય કોઈ નશાઓ ના કરી પોતે બરબાદ ના થાય તે માટે પોલીસ અવારનવાર કાર્યવાહીઓ કરે છે, એવામાં ગીરસોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પી.આઈ.અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમે મોટી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે,
ગીર સોમનાથમાં એસઓજીની ટીમે મોટા દરોડા પાડ્યા જેમાંઉનાના એલમપુર ગામની માંગળાધાર સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી આધારે ઉના પોલીસ અને એસ.ઓ.જી ટીમ દ્વારા સંક્યુત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખેતરમાં ગાંજાના વ્યાપક પ્રમાણમાં વાવેતર કરેલા છોડ મળી આવતા પોલીસે બીજલ ભીમા બાંભણીયા નામના શખસની અટકાયત કરી આગળની વધુ પુછપરછ માટે તપાસ હાથ ધરી હતી 50 કિલોથી વધુ લીલા ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળેલું છે.
આરોપી પાસેથી 114 ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતુ, જેની અંદાજિત કિંમત 2 લાખ 95 હજાર રૂપિયા થાય છે. આરોપી છેલ્લા અઢી મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો, જપ્ત કરાયેલા ગાંજાના છોડ 51 કિલો જેટલા છે.જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.