Mysamachar.in-રાજકોટ:
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ મેટોડા જીઆઇડીસીમાં બ્લાસ્ટની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી છે, મેટોડા જીઆઈડીસીમાં આવેલી પર્વ મેટલ પ્રાઈમ કંપનીમાં બ્લાસ્ટ થવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો છે. આ દુર્ઘટનામાં આઠ જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ભઠ્ઠીમાં પ્રેસર વધી જતા આ બ્લાસ્ટ થયો છે, ઘટનામાં કુલ 7 મજૂરોને ઇજાઓ થઈ જેમાંથી 4 મજુરો ગંભીર હોવાનું જાણવા મળે છે બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસની ફેક્ટરીઓ અને ફેક્ટરીની ઓફિસના કાચ તૂટી ગયા અને પતરા ઉડી ગયા હતા.ઘટના બાદ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોચ્યો છે.વિશેષ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.